બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Neighbors attacked near Idgah Circle in Ahmedabad alleging harassment by witchcraft

અમદાવાદ / 'કંકુ ચાલ્લાની પૂજા કરીને મેલી વિદ્યા કરી', બાદમાં અચાનક જ પરિવારમાં આવું થતાં પાડોશીએ કાઢી લાકડી, અંધશ્રદ્ધા કેસમાં પોલીસ અવઢવમાં

Dinesh

Last Updated: 09:40 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના ઈદગાહ સર્કલ નજીક જુગલદાસની ચાલીમા ઘરમાં મેલી વિદ્યા કરીને હેરાન કરવાનો આક્ષેપ કરી પાડોશીઓએ હુમલો કર્યો

  • અમદાવાદમાં ઈદગાહ સર્કલ નજીક વૃદ્ધા ઉપર હુમલો
  • હુમલાની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ 
  • મેલી વિદ્યા કર્યાની આશંકાથી હુમલો કરાયો


અમદાવાદના ઈદગાહ સર્કલ નજીક એક વૃદ્ધ મહિલા ઉપર કેટલાક શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. ઘરમાં મેલી વિદ્યા કરીને હેરાન કરવાનો આક્ષેપ કરી પાડોશીઓએ હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. મારામારીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જુગલદાસની ચાલીમા મકાનનુ રિનોવેશન કરવા દરમિયાન વૃદ્ધાના પરિવારજનોએ કંકુ ચાલ્લાની પૂજા કરીને મેલી વિદ્યા કરી હોવાની પાડોશીઓએ શંકા વ્યક્ત કરી હતી. 

અંધશ્રદ્ધાના આક્ષેપોથી પોલીસ અવઢવમાં 
અંધશ્રધ્ધામા એક પરિવારે વૃધ્ધ મહિલા પર લાકડીથી હુમલો કરી દીધો હતો. ઈદગાહ સર્કલ નજીક 60 વર્ષીય અમુબેન સોલંકી ઘર નજીક રિક્ષામાંથી વસ્તુઓ કાઢી રહ્યા હતા. ત્યારે  કિરીટ પરમાર અને તેના ભાઈ વિનોદ પરમારએ અમુબેન પર હુમલો કરી દીધો હતો અને લાકડીઓ પણ મારી હતી. અમુબેનની દિકરી રમીલાબેન વચ્ચે છોડાવવા આવતા તેમની પર પણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં માતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડા પાછળ અંધશ્રધ્ધા હોવાનુ સામે આવ્યુ છે. વૃધ્ધ મહિલાએ હાથ જોડીને સમજાવ્યા પરંતુ મનમા ભરેલા મેલી વિધાના વહેમમા હુમલો કર્યોનું સામે આવ્યું છે.

વાંચવા જેવું: ભારે કરી! સુરતની માઉન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડી ગયા, DEOને ફરિયાદ

પોલીસે તપાસ હાથ ધરી 
હુમલા બાબતે પોલીસને જાણ કરવા છતાં હુમલાખોરોને પોલીસ બચાવી રહી હોવાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો છે. મકાનના રિનોવેશન અને મેલી વિદ્યાના આક્ષેપો વચ્ચે માધવપુરા પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ