બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / chronic fatigue syndrome why you feel tired even after sleeping mental health

Health / પૂરતી ઊંઘ લીધા બાદ પણ બહુ થાક લાગે છે? થઈ જજો સાવધાન, જટિલ વિકારના થઈ ગયા છો શિકાર

Manisha Jogi

Last Updated: 11:42 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી બ્રેઈન માટે ઊંઘ પૂરી થવી જરૂરી છે. અનેક લોકો ઊંઘ પૂરી કરે તેમ છતાં પણ તેમને થાક લાગતો હોય છે. જો તમને સવારે ઉઠ્યા પછી થાક લાગતો હોય તો એલર્ટ રહેવું જોઈએ.

  • હેલ્ધી બ્રેઈન માટે ઊંઘ પૂરી થવી જરૂરી
  • ઊંઘ પૂરી કરવા છતાં પણ થાક લાગે તો થઈ જજો એલર્ટ
  • જાણો આ બિમારીના લક્ષણો અને તેનો ઈલાજ

હેલ્ધી બ્રેઈન માટે ઊંઘ પૂરી થવી જરૂરી છે. ઘણા ઓછો લોકો 7-8 કલાકની પૂરતી ઊંઘ લેતા હોય છે. પૂરતી ઊંઘ લીધા પછી સવારે ફ્રેશ ફીલ થાય છે. અનેક લોકો ઊંઘ પૂરી કરે તેમ છતાં પણ તેમને થાક લાગતો હોય છે. જો તમને સવારે ઉઠ્યા પછી થાક લાગતો હોય તો એલર્ટ રહેવું જોઈએ. પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક લાગે તો માયલજિક એન્સેફેલોમાઈલિટિસ અથવા ક્રોનિક ફેટીગ સિંડ્રોમ હોઈ શકે છે. 

ક્રોનિક ફેટીગ સિંડ્રોમ
માયલજિક એન્સેફેલોમાઈલિટિસ અથવા ક્રોનિક ફેટીગ સિંડ્રોમ એક જટીલ બિમારી છે. જેમાં વધુ થાક લાગે છે અને 6 મહિના સુધી આ સમસ્યા રહે છે. નિષ્ણાંતો અનુસાર જે લોકોને આ પ્રકારની તકલીફ હોય તેમણે રોજબરોજના કામ કરવામાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વાયરસ, નબળી ઈમ્યૂન સિસ્ટમ, તણાવ અને હોર્મોનલ અસંતુલનને કારણે આ બિમારી થઈ શકે છે. ક્રોનિક ફેટીગ સિંડ્રોમ માટે કોઈ ખાસ ટેસ્ટ નથી, પરંતુ આ પ્રકારના લક્ષણોને ધ્યાનમાં રાખી ડોકટર અલગ અલગ ટેસ્ટ કરે છે. આ ટેસ્ટના આધાર પર ક્રોનિક ફેટીગ સિંડ્રોમ છે કે નહીં તે જાણી શકાય છે. આ સમસ્યાને કારણે રોજબરોજનાજીવન પર અસર થાય છે અને ફોકસ રહેતું નથી. જેના કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર અસર થાય છે. આ કારણોસર આ સમસ્યાથી રાહત મેળવવા માટે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.

વાંચવા જેવું: શિયાળામાં ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ? એક્સપર્ટના મતે બેસ્ટ કઈ રીત? જણાવ્યા ફાયદા અને નુકસાન

ક્રોનિક ફેટીગ સિંડ્રોમના લક્ષણો

  • વિચારવામાં તકલીફ થવી
  • ઊંઘની સમસ્યા
  • માંસપેશીઓ અને સાંધામાં દુખાવો
  • માથામાં દુખાવો
  • ગળુ ખરાબ થવું
  • લિમ્ફ નોડ્સ વધી જવા
  • કામ કર્યા પછી તબિયત ખરાબ થવી
  • ફ્લૂના લક્ષણો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ