બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / In winter it is beneficial to wash the face with warm water
Last Updated: 08:49 AM, 27 December 2023
ADVERTISEMENT
શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને ખરબચડી થઈ જાય છે. ઠંડીની અસર ત્વચા પર પડે છે. શિયાળામાં ચહેરાની ખાસ કાળજી રાખવી પડે છે. જેના કારણે ત્વચા સ્વસ્થ અને સુંદર રહે. ઠંડીમાં ઘણા લોકો તેમના ચહેરાને ગરમ પાણી વડે સાફ કરવાનું પસંદ કરતાં હોય છે. ઘણા લોકોને ગરમ પાણી વડે ચહેરાને સાફ રાખવાની આદત પસંદ હોય છે. શિયાળામાં ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવું ફાયદાકારક હોય છે પણ પાણી વધુ પડતું ગરમ પણ ન હોવું જોઈએ.

ADVERTISEMENT
ત્વચાનાં છિદ્ર ખુલી જાય
પ્રથમ તો ગરમ પાણી વડે ચહેરાની યોગ્ય સફાઇ થઈ શકે છે. ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવાથી તેના છિદ્ર ખુલી જાય છે. છિદ્ર ખુલવાના કારણે ત્વચાની અંદર જમા થયેલી ગંદકી, તેલ અને મૃત કોષો બહાર નીકળી જાય છે. જેના કારણે ચહેરો સાફ થઈ જાય છે. આ સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી વધુ પડતું ગરમ ન હોવું જોઈએ. વધુ પડતું ગરમ પાણી ચહેરાને સળગાવી શકે છે અને ચહેરા પર દુ:ખાવો, લાલાશ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ચહેરાની ચમક વધે
હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવાથી ચહેરાનું રક્ત પરિભ્રમણ વધે છે. જેના કારણે ચહેરાની ચમક વધી જાય છે. ગરમ પાણી વડે ચહેરાને સાફ કરતી વખતે ચહેરાની રક્ત વાહિણીઓ ખુલી જાય છે. જેના કારણે ચહેરાનો રંગ સુધરે છે અને ચહેરો સાફ, સુંદર અને ચમકદાર બને છે. શિયાળામાં હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
ADVERTISEMENT

ચહેરાનાં સોજાને ઘટાડે
શિયાળામાં સવારે ચહેરા પર સોજો આવી જાય છે. હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવાથી સોજો ઘટી જાય છે અને દુ:ખાવો પણ દૂર થઈ જાય છે.
ADVERTISEMENT
નુકસાન
વડુ પડતાં ગરમ પાણીનાં કારણે ત્વચા બળી પણ શકે છે. તેના કારણે ત્વચા પર લાલાશ, સોજો અને કરચલીઓ જોવા મળે છે. ગરમ પાણીનાં કારણે ત્વચામાંથી ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે. જેના કારણે શુષ્કતા અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવાના કારણે, ત્વચાનું પ્રાકૃતિક તેલ અને ભેજ ઓછું થઈ જાય છે. સંવેદનશીલ ત્વચાવાળા લોકોને ગરમ પાણી વડે ચહેરાને સાફ કરવાથી એલર્જી થઈ શકે છે અથવા ખંજવાળ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.