બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / cholesterol signs in legs and hands indicates high cholesterol level

Lifestyle / હાથ-પગમાં દેખાવા લાગે આવા લક્ષણ તો સમજી જજો વધી ગયું છે કોલેસ્ટ્રોલ, હોઈ શકે હાર્ટએટેકનો ખતરો

Manisha Jogi

Last Updated: 11:36 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી હાર્ટ માટે હેલ્ધી ડાયટ અપનાવવી ખૂબ જ જરૂરી છે. કોલસ્ટ્રોલ આર્ટરીઝમાં પ્લેગ તરીકે જમા થવા લાગે છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. આ કારણોસર કોલસ્ટ્રોલ લેવલ નોર્મલ હોવું જરૂરી છે.

હાર્ટ સ્વસ્થ રહે તે માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ડાયટ અપનાવવી ખૂબ જ જરૂરી છે. શરીરમાં કોલસ્ટ્રોલ વધવા લાગે ત્યારે હ્રદયરોગની સમસ્યા થાય છે. કોલસ્ટ્રોલ આર્ટરીઝમાં પ્લેગ તરીકે જમા થવા લાગે છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે. આ કારણોસર કોલસ્ટ્રોલ લેવલ નોર્મલ હોવું જરૂરી છે. 

પેરિફેરલ આર્ટરી ડિસીઝ
કોલસ્ટ્રોલ વધવાને કારણે શરીરમાં કેટલાક ફેરફાર જોવા મળે છે. કોલસ્ટ્રોલ લેવલ વધ્યું છે કે, નહીં તે આ લક્ષણોની મદદથી જાણી શકાય છે. કોલસ્ટ્રોલ વધવાને કારણે હાથ-પગની આર્ટરીઝમાં પ્લેજ જમા થવા લાગે છે, જેને પેરિફેરલ આર્ટરી ડિસીઝ કહેવામાં આવે છે. આ પ્રોબ્લેમ મોટાભાગે પગમાં જોવા મળે છે અને હાથમાં પણ થઈ શકે છે. કોલસ્ટ્રોલ વધવાને કારણે હાથ-પગમાં આ લક્ષણો જોવા મળી શકે છે. 

પગમાં ઝણઝણાટી થવી
કોલસ્ટ્રોલ વધવાને કારણે આર્ટરીઝમાં પ્લેગ જમા થવા લાગે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં અડચણ ઊભી તાય છે. હાથ-પગમાં લોહી પહોંચી ના શકવાને કારણે પગમાં ઝણઝણાટી થાય છે. જે કોલસ્ટ્રોલ વધવાનો સંકેત આપે છે. 

પગમાં ક્રેમ્પ્સ થવા
પગની આર્ટરીઝ બ્લોક થવાને કારણે પગમાં ઓક્સીજન સરખી રીતે પહોંચી શકતું નથી, જેના કારણે ફિઝીકલ એક્ટિવિટી દરમિયાન પગમાં ક્રેમ્પ્સની સમસ્યા થઈ શકે છે. જેના કારણે વ્યક્તિ વધુ સમય સુધી ફિઝિકલ એક્ટિવિટી કરી શકતું નથી. પગમાં ક્રેમ્પ્સ થવા તે કોલસ્ટ્રોલ વધવાની વોર્નિંગ સાઈન હોઈ શકે છે. 

હાથ-પગ ઠંડા થવા
કોલસ્ટ્રોલ વધવાને કારણે આર્ટરીઝ સાંકળી થવા લાગે છે, જેના કારણે બ્લડ ફ્લો સરખી રીતે થઈ શકતો નથી. લોહીના પરિભ્રમણ સરખી રીતે ના થવાને કારણે હાથ-પગ ઠંડા થવા લાગે છે. 

હાથ-પગમાં દુખાવો
કોલસ્ટ્રોલ વધવાને કારણે હાથ-પગમાં દુખાવો થાય છે, જેના કારણે આર્ટરીઝ બ્લોક થાય છે અને સાંકળી થઈ જાય છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી. 

પગમાં ઈજા
કોલસ્ટ્રોલ વધવાને કારણે પગમાં ઈજા થાય છે, જેના પર સરળતાથી રૂઝ આવતી નથી અને રૂઝ આવવામાં વધુ સમય લાગે છે. આવી કોઈપણ સમસ્યા થાય તો તેને અવગણવી નહીં અને ડોકટરની સલાહ લેવી. 

ત્વચાનો રંગ બદલાવો
લોહીનું પરિભ્રમણ સરખી રીતે ના થવાને કારણે પગની ત્વચામાં ડિસ્કલરેશન જોવા મળે છે. જેના કારણે ત્વચા પર ધબ્બા પડવા લાગે છે. ઓક્સિજનની ઊણપને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 

વધુ વાંચો: મેનોપોઝ બાદ મહિલાઓમાં વધી જાય છે હાર્ટએટેકનો ખતરો; જાણો કારણ અને બચાવ માટેના ઉપાય

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ