બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / menopause increases the risk of heart attack in women preventive measures

તમારા કામનું / મેનોપોઝ બાદ મહિલાઓમાં વધી જાય છે હાર્ટએટેકનો ખતરો; જાણો કારણ અને બચાવ માટેના ઉપાય

Manisha Jogi

Last Updated: 11:09 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેનોપોઝ દરમિયાન શરીરમાં સૌથી વધુ પરિવર્તન થાય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે મેનોપોઝનો તબક્કો શરૂ થાય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે મેનોપોઝ દરમિયાન હોટ ફ્લેશ અને મૂડ સ્વિંગ્સ જેવી પરેશાની થાય છે.

જીવનના દરેક તબક્કે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. મેનોપોઝ દરમિયાન શરીરમાં સૌથી વધુ પરિવર્તન થાય છે. મેનોપોઝ એક નેચરલ પ્રક્રિયા છે, જેમાં મહિલાઓને એક વર્ષ સુધી માસિક (પીરિયડ) આવતું નથી. મેનોપોઝ 51 વર્ષે થાય છે, જેથી મહિલાઓને 45-55 વર્ષ દરમિયાન મેનોપોઝ થાય છે. આ દરમિયાન શરીરમાં અનેક પરિવર્તન થાય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે મેનોપોઝનો તબક્કો શરૂ થાય છે. હોર્મોન્સમાં ફેરફાર થવાને કારણે મેનોપોઝ દરમિયાન હોટ ફ્લેશ અને મૂડ સ્વિંગ્સ જેવી પરેશાની થાય છે. 

એસ્ટ્રોજન લેવલ?
મેનોપોઝ પછી મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધવા લાગે છે. એસ્ટ્રોજન શરીરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપરાંત પ્રજનનક્ષમતા, ત્વચા શુષ્ક થવાની સાથે, હાડકાં અને દાંત મજબૂત થવાની, કોગ્નીટિવ હેલ્થ અને હાર્ટ હેલ્થ શામેલ છે. એસ્ટ્રોજનની ઊણપને કારણે શરીરના તમામ અંગો પર અસર થાય છે. જેના કારણે હાર્ટ ડિસીઝનું જોખમ રહે છે. આ કારણોસર મહિલાઓને મેનોપોઝ પછી મહિલાઓને હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. 

હાર્ટ એટેકનું જોખમ
એસ્ટ્રોજનને કારણે કોલસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. એસ્ટ્રોજન ઓછું થવાને કારણે કોલસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થઈ શકતું નથી અને આર્ટરીઝમાં પ્લેગ એકત્ર થવા લાગે છે. આ કારણોસર આર્ટરીઝ સાંકળી થવા લાગે છે, જેના કારણે હ્રદય અને શરીરના અન્ય ભાગોમાં લોહીનું પરિભ્રમણ થઈ શકતું નથી. ઉપરાંત એસ્ટ્રોજનને કારણે બ્લડ વેસલ્સ ડાઈલેટ થઈ શકે છે, જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડ સર્ક્યુલેશન દરમિયાન આર્ટરીઝ પર વધુ પ્રેશર આવે છે. એસ્ટ્રોજન ઓછું હોવાને કારણે બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થઈ શકતું નથી. હાર્ટની બિમારી થવાનું જોખમ રહે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
મહિલાઓએ મેનોપોઝ દરમિયાન હાર્ટની બિમારી પ્રત્યે સજાગ રહેવું જોઈએ અને રિસ્ક ફેક્ટર્સ પર ધ્યાન આપવું જોઈએ. ડોકટરની સલાહ અનુસાર લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા જોઈએ. દરરોજ કસરત કરો, ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન અને ફાઈબરયુક્ત હેલ્ધી ડાયટનું સેવન કરવું. સ્મોકિંગ ના કરવું, દારૂ ના પીવો, પ્રોસેસ્ડ ફૂડનું સેવન ના કરવું. વજન ઓછું કરવા માટે અને શુગર લેવલ કંટ્રોલમાં રાખવું. 

વધુ વાંચો: ગરમ પાણી પીવાના ફાયદા: કબજિયાત જ નહીં તણાવથી લઈને વજન ઉતારવામાં પણ મળશે મદદ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ