બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ખતરાની ઘંટી વાગી! કોલેસ્ટ્રોલ અંગે નવી ગાઈડલાઇન જાહેર, આટલાથી વધુ હોય તો સૂચન માનજો
Last Updated: 11:59 PM, 4 July 2024
દરેક વ્યક્તિ માટે સ્વાસ્થ્ય સારું હોવું ખુબ જ જરૂરી અને મહત્વનું છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયા (CSI) એ લોકોને ડિસ્લિપિડેમિયા રોગ અને તેની સારવાર વિશે માહિતી આપવા માટે ભારતની પ્રથમ માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં શરીરમાં કુલ કોલેસ્ટ્રોલ, LDL-કોલેસ્ટ્રોલ (ખરાબ કોલેસ્ટ્રોલ), HDL-કોલેસ્ટ્રોલ (સારા કોલેસ્ટ્રોલ) અને ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તર વિશે માહિતી આપવામાં આવી છે. ભારતમાં ડિસ્લિપિડેમિયાનો રોગ ઝડપથી વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ આ પગલું ભર્યું છે.
ADVERTISEMENT

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઑફ ઈન્ડિયા (CSI)ના પ્રમુખે જણાવ્યું હતું કે ડિસ્લિપિડેમિયા સાયલન્ટ કિલર છે, જેમાં લક્ષણો ઘણીવાર દેખાતા નથી. આ રોગ ધીમે-ધીમે શરીરમાં વધતો જાય છે અને હાર્ટ એટેક સહિત અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોલેસ્ટ્રોલની ઓળખ માટે લોકોએ લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવો જોઈએ. આ માર્ગદર્શિકા શરીરમાં લિપિડનું સ્તર નક્કી કરવા માટે બનાવવામાં આવી છે. આ ભારતની પોતાની પ્રથમ માર્ગદર્શિકા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સામાન્ય લોકોમાં LDL-C નું સ્તર 100 mg/dl અને નોન-HDL-Cનું સ્તર 130 mg/dlથી નીચે હોવું જોઈએ. ડાયાબિટીસ અથવા ઉચ્ચ BP ધરાવતા લોકો સહિત ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓએ LDL-C ને 70 mg/dL અને નોન-HDL 100 mg/dL ની નીચે રાખવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આનાથી વધુ કે ઓછું સ્વાસ્થ્ય માટે સારું નથી.

ADVERTISEMENT
વધુ એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અથવા ક્રોનિક કિડની રોગનો ઇતિહાસ ધરાવતા લોકો સહિત ખૂબ જ જોખમ ધરાવતા દર્દીઓએ તેમના LDL-C સ્તરને 55 mg/dL અથવા બિન-HDL સ્તર 85 mg/dLથી નીચે રાખવું જોઈએ લક્ષ્ય રાખવું.
વધુ વાંચો : બીમારીમાં જાતે જ ડૉક્ટર બનીને લઇ રહ્યાં છો એન્ટીબાયોટિક દવા? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ
ADVERTISEMENT
જીવનશૈલીમાં ફેરફાર જેમ કે નિયમિત કસરત, આલ્કોહોલ અને તમાકુ છોડવી અને ખાંડનું સેવન ઘટાડવું જરૂરી છે. હૃદયરોગ, સ્ટ્રોક અથવા ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં સ્ટેટિન્સ, નોન-સ્ટેટિન દવાઓ અને ફિશ ઓઇલ (ઇપીએ)ની ભલામણ કરવામાં આવે છે. 500 મિલિગ્રામ/ડીએલથી ઉપરના ટ્રાઇગ્લિસેરાઇડના સ્તરો માટે ફેનોફાઇબ્રેટ, સેગ્લિટાઝોઅર અને માછલીના તેલનો ઉપયોગ જરૂરી છે. આ લોકોએ આ દવાઓ લેવી જોઈએ. નવી CSI માર્ગદર્શિકા ભારતમાં ડૉક્ટરોને કોલેસ્ટ્રોલની સારી સારવાર કરવામાં મદદ કરશે અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.