ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / વિશ્વ / chinese virologist li meng yan claiming, The virus was prepared with a sample from the bat

ખુલાસો / ચીનની વાયરોલોજીસ્ટનો ઘટસ્ફોટ, કહ્યું આ જીવના સેમ્પલમાંથી કોરોના વાયરસ લેબમાં તૈયાર કરાયો, જાણો કોના ઈશારે ચીને કર્યુ આ કામ...

Published By: Dharmishtha

Last Updated: 08:38 AM, 15 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની વિજ્ઞાનીએ કોરોના વાયરસને લઇને ચોંકાવનારા દાવો કર્યો છે. ચીનના વાયરોલોજિસ્ટ અને વ્હિસલ બ્લોઅર લી મેંગ યાને દાવો કર્યો હતો કે કોરોના વાયરસ વુહાનની લેબમાં જ તૈયાર થયો છે. આ અગાઉ વ્હિલર બ્લોઅર લી મેંગ યાને કર્યુ હતું કે તે પુરાવા રજુ કરશે.

ADVERTISEMENT

  • વાયરોલોજિસ્ટ અને વ્હિસલ બ્લોઅર લી મેંગ યાને કર્યો દાવો 
  • વુહાનની લેબમાં જ તૈયાર થયો હતો આ વાયરસ
  • ચામાચીડિયામાંથી સેમ્પલ લઈને આ વાયરસ તૈયાર કરાયો હતો
  •  આ વાયરસ ચીની સૈન્યના ઈશારે તૈયાર થયો હતો

વ્હિલર બ્લોઅર લી મેંગ યાને વધુ એક ખુલાસો કર્યો છે કે ખાસ પ્રકારના ચામાચીડિયામાંથી સેમ્પલ લઇને આ વાયરસ તૈયાર કરાયો હતો. ટૂંક સમયમાં આ બાબતના પુરાવા દુનિયા સમક્ષ રજૂ કરીશ.

ચીની સરકાર સામે અવાજ ઉઠાવનારા મહિલા એક્ટિવિસ્ટ વાયરોલોજિસ્ટ લી મેંગ યાને દાવો કર્યો છે કે આ વાયરસ ચીની સૈન્યના ઇશારે તૈયાર થયો હતો. વુહાનમાં આ વાત ઘણા લોકોને ખબર છે. પરંતુ સરકારના ડરથી કોઇ બોલતું નથી. જે લોકો અવાજ ઉઠાવે તેનો અવાજ ચીની સરકાર બંધ કરી દે છે.

લી મેંગ યાન અત્યારે ચીનથી ફરાર થઇ ગયા છે. અને વિદેશમાં શરણ લેતા ફરે છે. હાલમાં તેઓ અમેરિકામાં છે. આ અગાઉ પણ એવો દાવો કરાયો હતો ત્યારે વિવાદ સર્જાયો હતો. જેને ચીની સરકારે નકાર્યો હતો અને કહ્યું હતું કે લી મેંગ આરોપી છે અને તે ચીનને બદનામ કરી રહ્યાં છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ લી મેંગના દાવામાં તથ્ય ન હોવાનું કહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીનની તરફેણ કરતા કહ્યું હતું કે લી મેંગના દાવાને કોઇ જ સમર્થન મળતુ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Chinese li meng yan virologist કોરોના વાયરસ ચીન વુહાન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ