બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / China-Maldives signed 20 agreements amid dispute with India, shocking revelations in European Union report

India-Maldives row / ભારત સાથે વિવાદ વચ્ચે ચીન-માલદીવ વચ્ચે થયા 20 કરાર, યુરોપિય સંઘના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Megha

Last Updated: 08:23 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ બુધવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા.

  • માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનો ચીન પ્રત્યેનો ઝુકાવ સામે આવ્યો છે
  • આ મુલાકાત દરમિયાન માલદીવે ચીન સાથે તેના સંબંધો વધુ ગાઢ બનાવ્યા. 
  • બંને દેશોએ પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની વાંધાજનક ટિપ્પણીઓને લઈને ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનો ચીન પ્રત્યેનો ઝુકાવ સામે આવ્યો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની બેઇજિંગની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન ચીન અને માલદીવ વચ્ચે નવું જોડાણ જોવા મળ્યું હતું. 

મોહમ્મદ મુઈઝુની આ મુલાકાત દરમિયાન માલદીવે ચીન સાથે તેના સંબંધો વધુ ગાઢ બનાવ્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિએ ભારતને સાર્વભૌમત્વ માટે ખતરો ગણાવ્યો છે. વાત એમ છે કે ચીનની મુલાકાતે ગયેલા મુઈઝુએ બુધવારે પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ પછી, બંને દેશોએ પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા અને તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ કરારોમાં પ્રવાસન સહયોગ, આપત્તિ જોખમમાં ઘટાડો, દરિયાઈ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં રોકાણને મજબૂત બનાવવું અને 'બેલ્ટ એન્ડ રોડ' પહેલનો સમાવેશ થાય છે. ચીને પણ માલદીવને ગ્રાન્ટ સહાય આપવા સંમતિ આપી છે પરંતુ રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

વધુ વાંચો: PM મોદી અને ભારતીયો પર ટિપ્પણી માલદીવને કરોડોમાં પડશે! એક જ દિવસમાં જુઓ કેટલું નુકસાન થયું

મુઈજ્જુ ચીન પહોંચતા જ તેણે ડ્રેગન દેશના ગુણગાન ગાવા માંડ્યા. તેમણે કહ્યું કે તેમને સારું લાગે છે કે તેઓ આ વર્ષે ચીનની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી રાજ્યના વડા છે. સાથે જ એમ પણ કહ્યું કે આ દર્શાવે છે કે બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોને કેટલું મહત્વ આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ