બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Child Daivik Soni passed away after suffering from critical illness

જિંદગી સામે જંગ હાર્યો દૈવિક / SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાતા બાળકનું નિધન, સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી

Malay

Last Updated: 07:46 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગંભીર બીમારીથી પીડાતા બાળક દૈવિક સોનીએ હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે દુલર્ભ બીમારીથી પીડાતા બાળક દૈવિક સોનીનું નિધન થયું છે.

  • અરવલ્લીના બાળક દૈવિકનું નિધન
  • SMAથી પીડિત દૈવિક સોનું નિધન
  • લોકો દૈવિક માટે એકઠુ કરી રહ્યાં હતા ફંડ

દૈવિક સોની SMA-1 બીમારીથી પીડિત હતો. સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત દૈવિકની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત હતી. પિતા સહિત અનેક લોકો દૈવિક સોની માટે ફંડ એકઠું કરી રહ્યાં હતા. VTVએ પણ આ બાળકની મદદ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમનું નિધન થતાં  સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

હાથ પગ હલાવવાના બિલકુલ બંધ કરી દેતા માતા-પિતા પહોંચ્યા ડોક્ટર પાસે
મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે રહેતા દેવાંગ સોની પોતે સોનીકામ કરી મધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે તેમને ત્યાં દીકરાનો જન્મ થયો તેનું નામ દૈવિક રાખ્યું. આ દૈવિક શરૂઆતમાં સરસ રમતો ખીલતો હતો, પરંતુ ત્રણ માસનો થયો ત્યાંથી શરીરની હલન ચલન પ્રક્રિયા ઓછી થવા લાગી હાથ પગ હલાવવાના બિલકુલ બંધ થઈ ગયા જેથી માતા પિતા ખૂબ ચિંતા કરવા લાગ્યા અને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે ડોક્ટરને આ બાળકમાં કોઈ અલગ પ્રકારના લક્ષણ હોવાનું જણાતા ડોક્ટરે બાળકે રિપોર્ટ માટે અમદાવાદ લઈ જવા જણાવ્યું હતું.  

રિપોર્ટમાં SMA-1ની બીમારી હોવાનું આવ્યું હતું સામે 
અમદાવાદમાં કરવામાં આવેલા રિપોર્ટમાં બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી SMA-1ની બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર રોગ છે તેની સારવાર ખૂબ મોંઘી હોય છે, આ રોગ સામે પ્રતિકાર કરવા અને નાથવા માટે અમેરિકાથી 16 કરોડના ઇન્જેક્શનની જરૂર પડે તો આ બાળક બચી શકે પણ પરિવાર મધ્યમ વર્ગીય હતો તેમની પાસે પેટિયું રળે તેટલા જ રૂપિયા હતા આટલો મસ મોટો ખર્ચ ઉપાડી શકે તેટલા નહીં.

VTVએ પણ બાળકની મદદ માટે કરી હતી અપીલ
આટલી મોટી રકમ સાંભળી બાળકના પિતા દેવાંગ સોની અને અન્ય પરિવારજનો ભાગી પડ્યા હતા, પરંતુ ગ્રામજનો અને કુટુંબીજનોએ હિંમત આપી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માટે અપીલ કરી હતી. તેમજ એક એનજીઓ દ્વારા દૈવિક સોનીના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી ડોનેશન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. દૈવિકના પિતાએ પણ બે હાથ જોડીને વિનંતી કરી હતી કે ઇન્જેક્શનની કિંમત બહુ મોટી છે પણ જો બધા થોડું થોડું ડોનેશન આપે તો દૈવિક બચી શકે એમ છે. VTV પણ અપીલ કરી હતી કે, બને તેટલી મદદ આ બાળકને કરો જેથી કોઇકના ઘરનો દિપક બુજાઇ ન જાય. ત્યારે માસુમ આ દુર્લભ બીમારી સામે જંગ હારી ગયો છે. મોડાસાનો દૈવિક સોની SMA-1 નામની ગંભીર બીમારી સામે જિંદગીનો જંગ હાર્યો છે. 

સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી શું છે?
SMA - 1 એટલે સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોપી આ રોગ તાજા જન્મેલા બાળકમાં થાય છે શરૂઆતમાં નોર્મલ જન્મેલુ બાળક હલન ચલનથી લઈ અન્ય ક્રિયાઓ કરે છે પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આ બીમારીના લક્ષણ વધતા જાય એટલે કે ત્રણ માસથી વધુ ઉંમર થાય એટલે હાથ પગ હલાવવાના બિલકુલ બંધ થઈ જાય છે. સુકાતા જતા કોષોને જીવિત કરવા તેના ઈલાજ માટે અમેરિકામાં ઇન્જેક્શનની શોધ થઈ છે અને આ ઇન્જેક્શન લગભગ 22 કરોડમાં મળે છે પરંતુ ભારત સરકાર દ્વારા આ ઇન્જેક્શન પર ટેક્સ કે અન્ય ખર્ચમાં માફી આપતા આવતા ઇન્જેક્શન 16 કરોડમાં પડે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ