બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Chhattisgarh Assembly Election 2023 results surprised everyone did mahadev app defeat congress

રણનીતિ / છત્તીસગઢના પરિણામોએ સૌ કોઈને ચોંકાવ્યા, તમામ એક્ઝિટ પોલ થઈ ગયા ફેલ... આ એક મુદ્દો કોંગ્રેસ પર પડ્યો ભારે

Arohi

Last Updated: 05:01 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Assembly Election Result 2023: છત્તીસગઠના પરિણામે દરેક એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે. બીજેપી જ્યાં 52 સીટો પર આગળ છે ત્યાં જ કોંગ્રેસના ખાતામાં ફક્ત 32 સીટ જતી દેખાઈ રહી છે.

  • છત્તીસગઢના પરિણામે બધાને ચોંકાવ્યા 
  • શું 'મહાદેવે' કોંગ્રેસને હરાવી? 
  • 'મહાદેવ' એપની ચૂંટણી પ્રચારમાં હતી ખૂબ ચર્ચા 

છત્તીસગઠના પરિણામે દરેક એક્ઝિટ પોલને ખોટા સાબિત કર્યા છે. બીજેપી જ્યાં 52 સીટો પર આગળ છે ત્યાં જ કોંગ્રેસના ખાતામાં ફક્ત 32 સીટ જતી દેખાઈ રહી છે. ચુંટણી પ્રચાર અને મતદાન બાદ ભૂપેશ બધેલ દાવો કરતા હતા કે અમે એક વખત ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. પરંતુ રૂઝાન પરિણામમાં ફેરવાયા ત્યારે એ સવાલ ઉઠે છે કે ક્યાંક 'મહાદેવ' તો કોંગ્રેસથી ખફા નથી. આ 'મહાદેવ'નો મતલબ તે બેટિંગ એપની સાથે છે જેને ચૂંટણી પ્રચાર વખતે તહેલકો મચાવી દીધી હતો. 

રમન સિંહની અપીલ કરી ગઈ કામ 
એવું કહેવાય છે કે "જો જીતા વહી સિકંદર". રૂઝાનમાં બીજેપીએ જબરદસ્ત જીત હાસિલ કરી છે. આમ તો મધ્ય પ્રદેશ અને રાજસ્થનની જેમ જ બીજેપીએ છત્તીસગઢમાં સીએમના નામની જાહેરાત ન હતી કરી. 

પરંતુ ડૉ રમન સિંહે પાર્ટીના સ્ટાર કેમ્પેનર હતા. તે પોતાની બધી ચૂંટણી સભામાં કહેતા હતા કે મતદાન પહેલા બીજેપીના કાર્યકાળને ધ્યાન આપો. પરિણામથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની અપીલ કામ કરી ગઈ છે. 

ભૂપેશ બઘેલની હાર 
છત્તીસગઢના ચૂંટણી પરિણામથી સ્પષ્ટ છે કે જમીની સ્તર પર ભૂપેશ બઘેલ પોતાનો જાદુ ચલાવવામાં અસફળ રહ્યા છે. જમીની સ્તર પર છત્તીસગઢી જનતાની ભલાઈ માટે તેમણે તમામ યોજનાઓને અમલમાં લાવી. પરંતુ રૂઝાનને જોતા ખબર પડી કે જનતાને લુભાવવામાં તે અસફળ રહ્યા છે. શું કોંગ્રેસની હારમાં મહાદેવ એપની ક્યાંક મોટી ભૂમિકા તો નથી? 

હાર માટે આ તો કારણ નથી? 
શું કોંગ્રેસની હાર માટે મહાદેવ બેટિંગ એપ તો જવાબદાર નથી? જાણકાર માને છે કે ચૂંટણી પ્રચાર વખતે જે પ્રકારે મહાદેવ બેટિંગ એપનો મામલો સામે આવ્યો અને સીએમ ભૂપેશ બધેલ સાથે તાર જોડાયા ત્યાર બાદ કોંગ્રસ માટે બચાવ કરવો મુશ્કેલ થઈ ગયો. બીજેપીના નેતાએ કહેતા હતા કે કોંગ્રેસ ભલે પોતાને ઈમાનદાર ગણાવે. પરંતુ હકીકત એજ છે કે કોંગ્રેસના નેતા ભ્રષ્ટાચારથી પીછો નથી છોડાવી શકતા. 

યથાવત છે જાદુ 
મધ્ય પ્રદેશની જેમ જ પીએમ નરેન્દ્ર મોદીએ ધુઆંધાર પ્રચાર કર્યું હતું. બીજેપીના રાજ્યસ્તરીય નેતા પણ પ્રચારમાં કહેતા હતા કે તમે પીએમ નરેન્દ્ર મોદીની છવિ બતાવી. ભ્રષ્ટચારનો દાગ નથી. આટલું જ નહીં જ્યારે સરકારી યોજનાઓની ક્રિયાન્યવનની વાત આવે તો તેમાં તે જાત, પંથ કે ધર્મ નથી જોતા. પીએમ મોદી પણ કહેતા હતા કે વિકાસ માટે ડબલ એન્જિન સરકારની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ