બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / chattisgarh election result vidhan sabha chunav bhupesh baghel raman singh congress bjp updates
Last Updated: 10:53 PM, 3 December 2023
ADVERTISEMENT
Assembly election 2023: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાસંલ કરી છે. અહીં બીજેપીને 54 સીટો મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર 35 સીટો પર આવી છે. રાજ્યમાં જ બહુમતનો આંકડો 46 છે. આ રીતે છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. માઓવાદી પ્રભાવિત રાજ્ય રાજકીય દૃષ્ટિકોણથી હંમેશા મહત્વનું રહ્યું છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પરિણામ લોકસભાની ચૂંટણી પહેલા જનતાનો મૂડ પણ જણાવશે. છેલ્લા 5 વર્ષથી અહીં કોંગ્રેસની સરકાર હતી, જેની મુખ્ય સ્પર્ધા ભાજપ સાથે હતી.
સત્તામાં ભાજપ
15 વર્ષના શાસન બાદ 2018માં અહીંથી ભાજપની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ વખતે તેમણે કોઈ પણ સીએમ ચહેરા વિના સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જોકે રમણ સિંહ, બ્રિજમોહન અગ્રવાલ જેવા નેતાઓ ચૂંટણી પ્રચારમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ભાજપે અહીં પ્રચારમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા
ADVERTISEMENT
ભૂપેશ સરકારના 10 જેટલા મંત્રીઓ હારી ગયા
છત્તીસગઢના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવ પણ ખરાબ રીતે હારી ગયા છે. તેમના સિવાય ભૂપેશ સરકારના 10 જેટલા મંત્રીઓ હારી ગયા છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.