અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ડ કરવામાં આવી રહ્યું છે અને તેને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલોપમેન્ટ કામ હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર PLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવરબ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈને અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટરિ્મનલને અસારવા, મણીનગર અને વટવા સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ફેરફારથી અમદાવાદ સ્ટેશન પર યાત્રીઓની ભીડને ઓછી કરશે.
પ્રભાવિત ટ્રેનો અને બદલાયેલા સમયની વિગતો,
- અમદાવાદથી અસારવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેન
- ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસને 5 જુલાઈ, 2025થી અમદાવાદથી અસારવા સ્થાળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન અસારવા સ્ટેશનથી 21.05 કલાકે ઉપડશે. આ રીતે, ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અમદાવાદને બદલે અસારવા સ્ટેશન પર 18.20 કલાકે પહોંચશે.
અમદાવાદથી મણીનગર/વટવા સ્થળાંતરિત કરવામાં આવેલી ટ્રેનો
- ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસને 7 જુલાઈ, 2025થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી સવારે 05.50 કલાકે ઉપડશે. આ જ રીતે, ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 5 જુલાઈ, 2025થી વટવા સ્ટેશન પર 21.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
- ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસનું ટરિ્મનલ 5 જુલાઈ, 2025થી મણીનગર સ્થળાંતરિત કરવામાં આવશે અને આ ટ્રેન મણીનગર સ્ટેશનથી 18.20 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 5 જુલાઈ, 2025થી વટવા સ્ટેશન પર 14.20 કલાકે પહોંચશે તથા અમદાવાદ સ્ટેશન પર નહીં જાય.
નીચે જણાવેલી ટ્રેનોનું સ્ટોપેજ અમદાવાદ સ્ટેશન પર નહીં થાય તથા સાબરમતી સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે:
- ટ્રેન નંબર-20495 જોધપુર-હડપસર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 5.20 કલાકે આગમન થશે તથા 5.30 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.20 કલાકે આગમન થશે તથા 7.30 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-14701 શ્રી ગંગાનગર-બાન્દ્રા ટરિ્મનલ અરાવલી એક્સપ્રેસનું 4 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 20.49 કલાકે આગમન થશે તથા 20.59 કલાકે પ્રસ્થાન કરશે. આ જ રીતે ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટરિ્મનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 4.47 કલાકે આગમન થશે તથા 4.57 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-12479 જોધપુર-બાન્દ્રા ટરિ્મનસ સૂર્યનગરી એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 3.00 કલાકે આગમન થશે તથા 3.10 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22452 ચંદીગઢ-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 6 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 00.01 કલાકે આગમન થશે તથા 00.10 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસનું 6 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22664 જોધપુર-ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસનું 8 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22916 હિસાર-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 8 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-12998 બાડમેર-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 10 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22724 શ્રી ગંગાનગર-હુજુર સાહેબ નાંદેડ એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 7.10 કલાકે આગમન થશે તથા 7.20 કલાકે પ્રસ્થાન કરશે.
વધુ વાંચો: Photos: સોસાયટીઓ પાણીમાં ગરકાવ, તો રસ્તાઓ બન્યા નદી, ક્યાંક ગામડાઓ થયા સંપર્ક વિહોણા
- ટ્રેન નંબર-14707 લાલગઢ-દાદર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 21.50 કલાકે આગમન થશે તથા 22.00 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-12966 ભુજ-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 11 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-12960 ભુજ-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 7 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22966 ભગત કી કોઠી-બાન્દ્રા ટરિ્મનસ એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-20824 અજમેર-પુરી એક્સપ્રેસનું 8 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસનું 9 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 2.10 કલાકે આગમન થશે તથા 2.20 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-20943 બાન્દ્રા ટરિ્મનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનું 10 જુલાઈ, 2025થી સાબરમતી સ્ટેશન પર 5.25 કલાકે આગમન થશે તથા 5.35 કલાકે પ્રસ્થાન કરશે.
- ટ્રેન નંબર-19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનું 5 જુલાઈ, 2025થી સાબરમતી (જેલ સાઈડ) સ્ટેશન પર 6.48 કલાકે આગમન થશે તથા 6.58 કલાકે પ્રસ્થાન કરશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ