બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / chandra udaay and darshan timing, ahmedabad, gandhinagar, mumbai

કરવાચૌથ 2022 / ચાંદે સુહાગણ મહિલાઓની 'ઈચ્છા પૂરી કરી', દેશના વિવિધ ભાગોમાં દેખાયો, મહિલાઓમાં ખુશીની લહેર

Vaidehi

Last Updated: 08:35 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુહાગણ મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવા ચૌથનો વ્રત રાખે છે ત્યારે આજની રાત્રે ચંદ્રમાનાં દર્શન કર્યાં બાદ જ મહિલાઓ પોતાનો વ્રત ખોલે છે. તેથી જ ચાંદના નિકળવાની રાહ જોઇ રહેલી મહિલાઓને આખરે શિતળ ચાંદના દર્શન થયાં છે.

  • ચાંદે આપ્યાં મહિલાઓને શિતળ દર્શન
  • પતિના હાથે ખોલ્યાં પોતાના વ્રત
  • દેશના વિવિધ ભાગોમાં દેખાયો ચાંદ

કર્વાચૌથ 2022: કાર્તિક માસનાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના સુહાગણ મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કરવાચૌથનો વ્રત કરે છે. આજે દેશભરમાં મહિલાઓએ પોતાના પતિ માટે આ વ્રત રાખ્યો છે ત્યારે ચંદ્રમાની આતુરતાથી રાહ જોઇ રહેલી મહિલાઓના ઇંતેજારનો હવે અંત આવ્યો છે. મહિલાઓને ચંદ્રમાએ ગુરુવારે રાતે  દર્શન આપ્યાં .ચાંદ દેખાતાં કરવા ચૌથનું વ્રત રાખનાર સુહાગણ મહિલાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. દેશના વિવિધ ભાગોમાં બરાબર યોગ્ય સમયે ચાંદના દર્શન થતા સુહાગણ મહિલાઓએ પોતાનું વ્રત તોડ્યું હતું. ચાંદ સામે ચાળણી રાખીને 
સુહાગણ મહિલાઓએ પતિનું મોં જોઈને તેમની લાંબી આવરદા માટે પૂજા અર્ચના કરી હતી. ચાંદ પણ જાણે તેમને સદા સુહાગણનો આશીર્વાદ આપ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. 

કરવા ચૌથના અવસરે દેશના વિવિધ ભાગોમાં ચાંદ દેખાયો હતો. દેશના મોટાભાગના મહાનગરોમાં 8 થી 9ની વચ્ચે ચાંદના દર્શન થયા હતા.

કરવાચૌથ પર ચાંદ નિકળ્યાનો સમય

આ વર્ષે ચાંદ દેખાવાનો સમય રાત્રે 8: 09 કહેવામાં આવી રહ્યો હતો.  વ્રત કરેલ મહિલાઓ નવાં કપડાં અને સુંદર શૃંગાર કરી આકાશમાં ચાંદને જોવા આતુર છે ત્યારે આખરે આ શહેરોમાં ચંદ્રમાએ પોતાના શિતળ દર્શન આપ્યાં છે.

અમદાવાદ- રાત્રે 8:41 વાગ્યે 
ગાંધીનગર - રાત્રે 8:51 વાગ્યે 
દિલ્હી- રાત્રે 8:09 વાગ્યે 
નોઈડા - રાત્રે 8:08 વાગ્યે 
મુંબઈ - રાત્રે 8:48 વાગ્યે 
જયપુર - રાત્રે 8:18 વાગ્યે 
દેહરાદૂન - સવારે 8:02 વાગ્યે ઉગશે 
લખનૌ - સાંજે 7.59 વાગ્યે 
શિમલા - સવારે 8:03 વાગ્યે ઉગશે 
ઇન્દોર - રાત્રે 8:27 વાગ્યે 
ભોપાલ - રાત્રે 8:21 વાગ્યે 
કોલકાતા - સાંજે 7.37 વાગ્યે 

મહિલાઓએ કરે છે આ પર્વે પૂજાં
પવિત્ર ચંદ્રના દર્શન કર્યા બાદ મહિલાઓએ પોતાના ચાંદ જેવા પતિની પૂજાં કરી છે અને પરંપરા અનુસાર પતિના હાથે પત્નિએ પાણી ગ્રહણ કર્યું છે. પૂજાના સમયે ગંગાજળ, નૈવેધ, ધૂપ-દીપ, ફૂલ, પંચામૃત વગેરે ચંદ્રને અર્પિત કરવામાં આવે છે. પ્રેમથી પરિપૂર્ણ આ રિવાજ બે વ્યક્તિને એકબીજાની વધુ નજીક લાવે છે અને તેમના સંબંધને વધુ ગાઢ બનાવે છે. કરવાચૌથનું વ્રત માત્ર પતિની લાંબી ઉંમર માટે નહીં પણ પતિ પ્રત્યેના પત્નીના પ્રેમ કે કાળજીને દર્શાવવાનો એક પ્રયાસ હોય છે. 

પતિથી દૂર હો તો આ રીતે તોડો ઉપવાસ
જો કરવાચૌથના દિવસે તમે ઉપવાસ રાખેલ છે અને કોઇ કારણોસર પતિ તમારાથી દૂર કોઇ બીજા પ્રદેશમાં છે તો પણ એક રીત છે જેનાથી તમે ઉપવાસને તોડી શકો છો. ચંદ્રના દર્શન કર્યાં બાદ તમારા પતિનો ચહેરો તમે મનમાં યાદ કરો. અને થઇ શકે તો પતિનો ચહેરો જોઇને વ્રત ખોલો. શક્ય હોય તો પતિને વીડિયો કોલ કે ફોન કરીને પ્રેમભરી વાતો કરો. આવું કરવાથી રિવાજ જળવાય છે અને બંનેના સંબંધમાં ગાઢતા વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ