બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / chandra grahan 2023 kab hai know date time and sutak kaal time in india

ગ્રહણ / આ દિવસે થશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, શું ભારતમાં આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ માન્ય રહેશે?

Manisha Jogi

Last Updated: 01:50 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રગ્રહણ દરમિયાન ગ્રહોમાં ફેરફાર છે. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યારે થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આ દિવસે થશે વર્ષનું પહેલું ચંદ્રગહણ. 
  •  ગ્રહણ લાગે ત્યારે સૂતકકાળ પણ લાગી જાય છે.
  • શું ભારતમાં દેખાશે ચંદ્રગહણ?

હિન્દુ ધર્મમાં ખગોળી ઘટનાનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. જ્યોતિષ અનુસાર ચંદ્રગહણને અશુભ ક્રિયા માનવામાં આવે છે. માન્યતા છે કે, તેના કારણે વ્યક્તિ પર ખરાબ અસર થાય છે, ઉપરાંત જીવનમાં પણ અનેક પરેશાનીઓ આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, ચંદ્રગ્રહણ દરમિયાન ગ્રહોમાં ફેરફાર છે. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. 
 
જ્યોતિષ અનુસાર ચંદ્રગ્રહણને કારણે રાશિઓમાં ફેરફાર થાય છે. કેટલીક રાશિના જાતકો માટે આ ફેરફાર શુભ સાબિત થાય છે, તો કેટલીક રાશિના જાતકો માટે અશુભ સાબિત થાય છે. જ્યારે ગ્રહણ લાગે છે, ત્યારે સૂતકકાળ પણ લાગી જાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ દરમિયાન કંઈપણ કાર્ય ના કરવું જોઈએ. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યારે થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ચંદ્રગ્રહણ ક્યારે લાગશે?
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે 2023ના રોજ શુક્રવારે લાગશે. આ વર્ષે ચંદ્ર ઉપછાયા ગ્રહણ રહેશે. આ ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 08:45 વાગ્યે શરૂ થશે અને 6 મેના રોજ રાત્રે 01:00 વાગ્યે પૂર્ણ થશે. માનવામાં આવે છે કે, ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતકાળ લાગી જાય છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, તેથી આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ ભારતમાં માન્ય નહીં રહે. 

ઉપછાયા ચંદ્રગ્રહણ એટલે શું?
માનવામાં આવે છે કે, ચંદ્ર પર પૃથ્વીના પડછાયાની જગ્યા તેની ઉપછાયા પડે તો તેને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણ લાગે તે પહેલા ચંદ્રમા પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાને માલિન્ય કહેવામાં આવે છે. ચંદ્રમા પૃથ્વીની અસલ છાયામાં પ્રવેશ કરે ત્યારે ગ્રહણ લાગી જાય છે. આ કારણોસર ચંદ્રનો પડછાયો સરખો પડતો નથી અને કાળો પડતો નથી. આ ધુંધળાપણાને સામાન્ય રૂપે દેખાતું નથી, તેથી આ ગ્રહણને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ