બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / chanakya niti to become rich follow these tips of acharya chanakya

ચાણક્ય નીતિ / લખપતિ બનવા તમારા જીવનમાં અપનાવો આ ચાણક્ય નીતિ, બસ કરવા પડશે આ 4 ઉપાય

Manisha Jogi

Last Updated: 08:48 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાણક્ય નીતિમાં કેટલીક એવી બાબતો જણાવવામાં જેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ કરોડપતિ બની શકે છે. આ નીતિઓ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ચાણક્ય નીતિથી બનો કરોડપતિ. 
  • માઁ લક્ષ્મી વરસાવશે વિશેશ કૃપા. 
  • જાણો આ ચાણક્ય નીતિ.

ચાણક્ય સારા રાજનૈતિક નિષ્ણાંતની સાથે સાથે અર્થશાસ્ત્ર, કૂટનીતિ અને સામાજિક વિષયોનું સારું જ્ઞાન પણ ધરાવતા હતા. તેમણે પોતાની નીતિઓથી સમાજ કલ્યાણ બાબતે ઉલ્લેખ પણ કર્યો છે, જેનું પાલન કરીને વ્યક્તિ લાભ પણ મેળવી શકે છે. આ નીતિમાં કેટલીક એવી બાબતો જણાવવામાં જેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ કરોડપતિ બની શકે છે. આ નીતિઓ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

  • ચાણક્ય જણાવે છે કે, જેઓ સાચી શ્રદ્ધા અને પૂરા મનથી કામ કરે છે, તેનાથી માઁ લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વિશેષ કૃપા વરસાવે છે. પરિશ્રમ વિના સફળતા મળતી નથી. ચાણક્ય જણાવે છે કે, પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. 
  • જીવનમાં સફળતા મેળવવી હોય તો યોજનાબદ્ધ રીતે કામ કરો. ચાણક્ય અનુસાર કોઈપણ કામ શરૂ કરતા પહેલા તેની યોજના બનાવવી જરૂરી છે. આ પ્રકારે કરવાથી કામ સફળ થવાની સંભાવના વધી જાય છે. કામમાં સફળતા મળે તો આર્થિક લાભ પણ થાય છે. 
  • સફળતા મેળવવા માટે અનુશાસિત જીવન જીવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ચાણક્ય અનુસાર જે લોકોના જીવનમાં અનુશાસન નથી હોતું, તેઓ જીવનમાં ક્યારેય  પણ સફળતાના શિખરને આંબી શકતા નથી. માનનામાં આવે છે કે, અન્ય લોકોની સરખામણીએ અનુશાસિત વ્યક્તિ પોતાના લક્ષ્ય માટે એકાગ્ર રહે છે. આ પ્રકારની વ્યક્તિ પર માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે. 
  • ચાણક્ય અનુસાર વ્યક્તિએ પોતાની કમાણીનો હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવો જોઈએ. આ પ્રકારે કરવાથી માતા લક્ષ્મી વિશેષ કૃપા વરસાવે છે અને ધન ભંડાર પણ વધતો રહે છે. ચાણક્ય જણાવે છે કે, જે પણ ધનની કમાણી કરી છે, તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે તો ખરાબ પરિણામ પણ ભોગવવા પડે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ