બ્રેકિંગ ન્યુઝ
નવરાત્રીના 9 દિવસમાં દેવી દુર્ગાના 9 અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના આ 9 દિવસોમાં રંગોનું પણ ખાસ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસોમાં માતાજીના પસંદના કપડા પહેરવાથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. જાણો નવરાત્રીના કયા દિવસે કયા રંગના કપડા પહેરવા જોઈએ.
ADVERTISEMENT

9 એપ્રિલ મંગળવારે નવરાત્રીનો પહેલો દિવસ
9 એપ્રિલે નવરાત્રીનો પહેલો દિવસ છે. આ દિવસે માતા દુર્ગાના શૈલપુત્રી અવતાર એટલે કે હિમાલયની દિકરીના રૂપની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. એવામાં નવરાત્રીના પહેલા દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
10 એપ્રિલ બુધવાર નવરાત્રીનો બીજો દિવસ
નવરાત્રીના બીજા દિવસે ભક્ત જીવનમાં વિકાસ અને સફળતા મેળવવા માટે માતા બ્રહ્મચારિણીની પૂજા કરે છે. બ્રહ્મચારિણીનો અર્થ થાય છે જે બ્રહ્માજીના દર્શાવેલા આચરણ પર ચાલે. જીવનમાં સફળતા મેળાવવા માટે અનુશાસન ખૂબ જ જરૂરી છે. આ દિવસે લીલા રંગના કપડા પહેરવા જોઈએ.
11 એપ્રિલ ગુરૂવાર, ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ
માતા ચંદ્રઘંટા સંતુષ્ટિની દેવી માનવામાં આવે છે. જીવનમાં કલ્યાણ અને સંતુષ્ટિ મેળવવા માટે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાને ભૂરો રંગ પસંદ છે. એવામાં નવરાત્રીના ત્રીજા દિવસે ભૂરા રંગના કપડા પહેરવા શુભ છે.
ADVERTISEMENT

12 એપ્રિલ શુક્રવારે ચૈત્ર નવરાત્રિનો ચોથો દિવસ
નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા રૂપમાં માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવી ભયને દૂર કરે છે. સફળતાની રાહમાં સૌથી મોટી મુસ્કેલી ભયને માનવામાં આવે છે. માતા કૂષ્માંડાને નારંગી રંગ ખૂબ જ પસંદ છે. એવામાં આ દિવસે નારંગી રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
13 એપ્રિલ શનિવાર, ચૈત્ર નવરાત્રીનો પાચમો દિવસ
નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દેવી શક્તિની દાતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોને પોતાના કામમાં સફળતા મળવાની શક્તા છે. માતા સ્કંદમાતાને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. એવામાં આ દિવસે લોકોને સફેદ રંગના કપડા પહેરવા જોઈએ.
14 એપ્રિલ રવિવાર, ચૈત્ર નવરાત્રીનો છઠ્ઠો દિવસ
નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે. આ સ્વાસ્થ્યની દેવી છે. જીવનમાં સફળતા મેળવવા માટે શરીરનું નિરોગી રહેવું જરૂરી છે. દેવી દુર્ગાના આ રૂપની પૂજા કરી ભક્ત પોતાને સ્વસ્થ્ય રાખવાનું કામ કરી શકે છે. માતા કાત્યાયનીને લાલ રંગ પસંદ છે. એામાં આ દિવસે ભક્તોને લાલ રંગના કપડા પહેરવા જોઈએ.
ADVERTISEMENT
.jpg)
15 એપ્રિલ સોમવાર, ચૈત્ર નવરાત્રીનો 7મો દિવસ
દેવી દુર્ગાનું 7મું રૂપ કાલરાત્રી છે. એટલે કે જે સિદ્ધિઓ રાતના સમય સાધનાથી મળે છે તે બધી સિદ્ધિઓને આપનાર માતા કાળરાત્રી છે. તેમની પૂજા નવરાત્રીના 7માં દિવસે કરવામાં આવે છે. માતા કાળરાત્રીને બ્લૂ રંગ પસંદ છે. એવામાં આ દિવસે બ્લૂ રંગના કપડા પહેરવા જોઈએ.
ADVERTISEMENT
16 એપ્રિલ મંગળવાર, ચૈત્ર નવરાત્રીનો 8મોં દિવસ
નવરાત્રીના 8માં દિવસે પોતાના કર્મોના કાળા આવરણથી મુક્તિ મેળવવા અને આત્માને ફરીથી પવિત્ર અને સ્વચ્છ કરવા માટે દેવી દુર્ગાના 8માં રૂપ મહાગૈરીની પૂજા કરવામાં આવે છે. માતા મહાગૌરીને ગુલાબી રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભક્તોએ ગુલાબી રંગના કપડા પહેરવા જોઈએ.
વધુ વાંચો: નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ
17 એપ્રિલ બુધવારે ચૈત્ર નવરાત્રીનો 9મો દિવસ
માતા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી માતા. ભગવાન શિવે દેવીના આ સ્વરૂપથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની પૂજા નવરાત્રીના 9માં દિવસે કરવામાં આવે છે. તેમને જાંબુડીયો રંગ ખૂબ જ પસંદ છે. આ દિવસે ભક્તોએ જાંબુડીયા રંગના કપડા પહેરવા જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.