બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:01 PM, 21 January 2026
સેલિબ્રિટી વર્લ્ડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ડાયરેક્ટર - એક્ટ્રેસ આરજે મહવશ વચ્ચે બધું બરાબર નથી. એવા પણ અહેવાલ છે કે તેઓ અલગ થઈ ગયા છે. તેઓએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે.
ADVERTISEMENT
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંને એકબીજાને ફોલો કરતા હતા. પરંતુ હવે તેઓએ સોશિયલ મીડિયા પર પોતાનો સંબંધ તોડી નાખ્યો છે. આ ડિસ્ટન્સ માત્ર સોશિયલ મીડિયા પૂરતું છે કે તેઓ સાચે જ અલગ થઈ ગયા છે તે સ્પષ્ટ નથી. ચહલ કે મહવશ બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે ઓફીશીયલ રીતે કોમેન્ટ કરી નથી.
ADVERTISEMENT
વર્ષ 2025માં ચહલના ધનશ્રી વર્માથી છૂટાછેડા થયા બાદ મહવશ સાથે રીલેશન વિશે અટકળો ચાલી રહી છે. મહવશ સાથેના ચહલના તેના સંબંધોને અનેકવાર તેમના છૂટાછેડાનું કારણ ગણાવવામાં આવ્યા હતા. બંને અનેકવાર પાર્ટી કરતા અને સાથે મેચ જોતા જોવા મળતા હતા. એવું માનવામાં આવતું હતું કે, બંને ફ્રેન્ડ કરતાં વધુ હતા. પરંતુ યુઝવેન્દ્ર અને મહવશે હંમેશા કહ્યું કે, તેઓ માત્ર સારા ફ્રેન્ડ હતા. યુઝવેન્દ્ર ચહલ અને મહવશે પોતાની ફ્રેન્ડશીપને જગજાહેર કરતા એકબીજાને તેમના બેસ્ટ સપોર્ટ સિસ્ટમ તરીકે ગણાવ્યા હતા.

ADVERTISEMENT
ગયા વર્ષે "રાઇઝ એન્ડ ફોલ" ઇન્ટરવ્યુ દરમિયાન ધનશ્રીએ ચહલથી અલગ થવા વિશે વાત કરી હતી. જેમાં તેને કહ્યું હતું કે, "ભલે મેં તેને બદલાતા જોયો છે છતાં હું તેના પર અને અમારા સંબંધો પર વિશ્વાસ કરતી હતી. મારી સૌથી મોટી કમજોરી એ છે કે હું લોકોને અનેક મોકા આપું છું. પરંતુ થોડા સમય બાદ હું થાકી ગઈ હતી. મેં મારા બેસ્ટ ટ્રાય કર્યા હતા અને તેને મારું 100% આપ્યું હતું"
ADVERTISEMENT
ADVERTISEMENT
બાદમાં ચહલે પણ ધનશ્રીના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "હું એક પ્લેયર છું અને હું ફ્રોડ કરતો નથી. જો કોઈ બે મહિનામાં દગો આપે તો શું સંબંધ આટલો લાંબો સમય ટક્યો હોત? મારા માટે આ ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે. હું મારા જીવનમાં આગળ વધી ગયો છું અને બીજાઓએ પણ એવું જ કરવું જોઈએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.