બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મારા બ્રેસ્ટને કારણે મળ્યાં અમેરિકાના વિઝા', ચર્ચામાં આવ્યું ઈન્ફ્લુએન્સરનું નિવેદન

World / મારા બ્રેસ્ટને કારણે મળ્યાં અમેરિકાના વિઝા', ચર્ચામાં આવ્યું ઈન્ફ્લુએન્સરનું નિવેદન

Published By: Nirav Kumar

Last Updated: 06:47 PM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કેનેડિયન મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને અમેરિકાનો પ્રતિષ્ટિત O-1B વિઝા મળ્યો છે. આ વિઝા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોને આપવામાં આવે છે. આ અંગે ઇન્ફ્લુએન્સરે જણાવ્યું કે, તેના બ્રેસ્ટ મોટા હોવાના લીધે તેને આ વિઝા આપવામાં આવ્યા છે.

કેનેડિયન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જુલિયા એન, જેને ઓનલાઈન કન્ટેન્ટ અને ડિજિટલ લોકપ્રિયતાના આધારે ખૂબ જ નામના મેળવી છે. તેમને યુએસ O-1B વિઝા પણ લીધો છે. હવે તેને તેની પોસ્ટમાં જણાવ્યું કે, "મને મારા સ્તનોને લીધે યુએસ O-1B વિઝા મળ્યો." આ કેસ માત્ર સોશિયલ મીડિયાનો પાવર જ નહીં પરંતુ યુએસ ઇમિગ્રેશન સિસ્ટમના બદલાતા ચહેરાને પણ દર્શાવે છે.

કેનેડિયન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર  જુલિયા એન "extraordinary ability" ધરાવતા કલાકારોને આપવામાં આવતા પ્રતિષ્ઠિત યુએસ O-1B વિઝા મેળવ્યો ત્યારે તે હેડલાઇન્સમાં આવી હતી. આ કેસનું સૌથી આકર્ષક પાસું એ હતું કે તેની વિઝા અરજીમાં જુલિયા એનએ તેની પરંપરાગત સિદ્ધિઓને બદલે તેની સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને લોકપ્રિયતાને તેની સૌથી મોટી શક્તિ તરીકે ગણાવી હતી. 25 વર્ષીય જુલિયાએ તેની અરજી સાથે વીડિયોઝ સબમિટ કર્યા હતા, જેમાં લો-કટ શર્ટ અને એકમાં તેનો સેન્ડવિચ ખાતો અને પ્રશ્નો પૂછતો વીડિયોઝનો સમાવેશ થાય છે.

જુલિયાએ સ્વીકાર્યું હતું કે, આ વીડિયો યુએસ સરકારને મોકલવામાં આવ્યા હતા. લંડનના ટાઇમ્સ સાથે વાત કરતાં તેને મજાકમાં કહ્યું કે, "કદાચ મારી અસાધારણ પ્રતિભા એ છે કે મારા સ્તન મોટા છે." અમેરિકા દ્વારા તેની અરજી સ્વીકારવામાં આવી હતી અને તે 2024 માં O-1B વિઝા મેળવનારા લગભગ 20,000 લોકોમાંની એક બની હતી.

  • O-1B વિઝાનો ઇતિહાસ
    યુએસમાં O-1B વિઝાને ખૂબ જ ખાસ વિઝા માનવામાં આવે છે. તેની શરુઆત વર્ષ 1972 માં થઇ હતી. જ્યારે તેનો ઉપયોગ ફેમસ સિંગર જોન લેનનને યુએસમાં રહેવાની મંજૂરી આપવા માટે કરવામાં આવ્યો હતો. બાદમાં વર્ષ 1990 માં તેની "કલા ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા" ધરાવતા વિદેશી નાગરિકો માટે સત્તાવાર રીતે શરૂઆત થઇ હતી. છેલ્લા 10 વર્ષોમાં આ વિઝા મેળવનારાઓની પ્રોફાઇલમાં મોટો ફેરફાર થયો છે. જ્યારે પહેલા માત્ર કલાકારો, સિંગર અને સાંસ્કૃતિક હસ્તીઓ જ અરજી કરતી હતી ત્યારે ઓન્લીફેન્સ જેવા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર , ઇ-સ્પોર્ટ્સ પ્લેયર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સની સંખ્યા ઝડપથી વધી છે.
vtv app promotion
  • ઇમિગ્રેશન વકીલોનો અભિપ્રાય શું?
    ફેમસ ઇમિગ્રેશન વકીલ માઇકલ વાઇલ્ડ્સના મતે આ પરિવર્તન સમય સાથે આવ્યું છે. જેમાં તેમને સમજાવ્યું કે, જ્યારે તેઓ અગાઉ સિનેડ ઓ'કોનોર અને બોય જ્યોર્જ જેવા મોટા કલાકારોના કેસ સંભાળતા હતા ત્યારે હવે ઇન્ફ્લુએન્સર અને ડિજિટલ ક્રિએટર્સ પણ મોટી સંખ્યામાં O-1B વિઝા માટે અરજી કરી રહ્યા છે. જોકે, O-1B વિઝા મેળવવા માટે માત્ર શારીરિક દેખાવ કે બોલ્ડ વીડિયોઝ પૂરતા નથી. યુએસ ઇમિગ્રેશન નિયમો મુજબ અરજદારોએ સાબિત કરવું જરૂરી છે કે તેઓ તેમના ક્ષેત્રમાં યુનિક અને ખાસ છે. એના માટે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતા, મોટી ફેન ફોલોઇંગ, સારી કમાણી, વ્યાવસાયિક સફળતા અને મજબૂત સોશિયલ મીડિયા પ્રભાવનો પુરાવો હોવો જરૂરી છે.

વધુ વાંચો : 9 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો? શું છે વાયરલ તસવીર પાછળની સચ્ચાઈ

જુલિયા એને લગભગ બે ડઝન વીડિયોઝ, તેના ફેંસની સંખ્યા, આવકના ડોક્યુમેન્ટ અને તેને કામ કરેલા બ્રાન્ડ્સ અને પ્લેટફોર્મના ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા. તેના એક વીડિયો 11 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે લાખો લાઇક્સ અને હજારો કોમેન્ટ મળી છે. જુલિયાએ એમ પણ સમજાવ્યું કે તે ન્યુ યોર્કમાં રહેવા માંગતી હતી કેમ કે તે યહૂદી સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર છે. તે જણાવે છે કે તેની રમૂજી કન્ટેન્ટ નફરતના વધતા વૈશ્વિક વાતાવરણ વચ્ચે હળવાશની પળો આપવાનું કામ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Big Breasts O-1B Visa Social Media Influencer

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ