ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 9 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો? શું છે વાયરલ તસવીર પાછળની સચ્ચાઈ

Fact Check / 9 વર્ષની છોકરીએ બાળકીને જન્મ આપ્યો? શું છે વાયરલ તસવીર પાછળની સચ્ચાઈ

Published By: Nirav Kumar

Last Updated: 12:45 AM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક ખતરનાક દાવો વાયરલ થયો હતો. જેમાં એક 9 વર્ષની છોકરી તેના 11 વર્ષના ભાઈ દ્વારા પ્રેગ્નન્ટ થઇ હોવાનો દાવો કરાયો હતો. આ અંગે પોલીસે ઓફીશીયલ નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

હમણાં અમુક દિવસથી બે વીડિયો સોશોયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના કૈથલમાં એક 9 વર્ષની છોકરી પ્રેગ્નન્ટ થઇ ગઈ હતી. જેને પ્રેગ્નન્ટ કરવાવાળો તેનો 11 વર્ષનો સગો ભાઈ જ હતો. આ દાવા સાથે કૈથલના શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા પોલીસ અધિકારીનું ભાષણ પણ સામેલ હતું.

મહિલા પોલીસ અધિકારીના વાયરલ ભાષણમાં તે કહેતા જોવા મળે છે કે, તેને એક એવો કિસ્સો મળ્યો જેમાં 9 વર્ષની બાળકીને તેના 11 વર્ષના ભાઈએ ગર્ભવતી બનાવી હતી અને ત્યારબાદ તેને એક બાળકને જન્મ આપ્યો હતો. વાયરલ પોસ્ટમાં છોકરી નવજાત બાળકને પણ પકડીને બેસેલી જોવા મળે છે.

એવામાં કૈથલ પોલીસનું પ્રતિનિધિત્વ કરતા ડીએસપી લલિત કુમારે આ બાબતે સત્તાવાર નિવેદન આપ્યું છે. જેમાં કુમારે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં કોઈ સત્યતા નથી. શહેર પોલીસ સ્ટેશનના એસએચઓ ગીતાના ભાષણ જે એક વર્ષથી વધુ જૂનું છે અને મહિલા સુરક્ષા પર એક સેમિનારમાં આપવામાં આવ્યું હતું તેનો ઉપયોગ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જેમાં એક છોકરી અને નવજાત બાળકનો વીડિયો પણ સામેલ છે.

કૈથલ પોલીસનું પ્રતિનિધિત્વ કરતા ડીએસપી લલિત કુમારે એક નિવેદન આપતા જણાવ્યું છે કે, કૈથલમાં આવો કોઈ કેસ નોંધાયો સામે આવ્યો નથી. અમે કૈથલના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ મામલાની તપાસ કરાવી છે. કૈથલ પોલીસ પાસે આવો કોઈ કેસ નથી આવ્યો. આ સમાચાર એકદમ ખોટા છે.

vtv app promotion

આ સિવાય પોલીસે એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા પર ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં લોકોએ કોઈપણ વીડિયો કે સમાચાર શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસવી જોઈએ અને માત્ર ઓફીશીયલ સોર્સ પર આધાર રાખવો જોઈએ.

વધુ વાંચો :સ્કૂલની 4 છોકરીઓને એકબીજી સાથે થઈ ગયો પ્યાર, પછી.... મચી ચકચાર

ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ ટ્વિટ્ટર પર ખુબ વાયરલ થઇ હતી. જે યુઝરે આ પોસ્ટ કરી હતી તેને ડીલીટ કરી દીધી છે. આ વીડિયો અંગે એવું પણ જાણવા મળ્યું છે કે, જે છોકરી દેખાઈ રહી છે. તે વિયેતનામનો વીડિયો છે. અને જે નવજાત શિશુ તેના ખોળામાં દેખાઈ રહ્યું છે તે તેની નાની બહેન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Videos Claimed Pregnant 9 Year Old Girl

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ