ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્કૂલની 4 છોકરીઓને એકબીજી સાથે થઈ ગયો પ્યાર, પછી.... મચી ચકચાર

ગજબ / સ્કૂલની 4 છોકરીઓને એકબીજી સાથે થઈ ગયો પ્યાર, પછી.... મચી ચકચાર

Published By: Nirav Kumar

Last Updated: 08:38 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જેમાં એક કન્યા હાઈસ્કૂલની 4 સગીર વિદ્યાર્થિનીઓ એકબીજાના પ્રેમમાં પડી ગઈ હોવાથી સાથે રહેવા માટે ઘરેથી ભાગીને દિલ્લી જતી રહી હતી.

ADVERTISEMENT

બિહારના ગયા જિલ્લાના ડેલ્હા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં 16 જાન્યુઆરીના રોજ અનુગ્રહ કન્યા હાઈસ્કૂલની 4 સગીર વિદ્યાર્થિનીઓ અચાનક તેમના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. આ ચારેય વિદ્યાર્થિનીઓ શાળામાં એક સાથે ભણતી વખતે એક બીજાને લવ કરતી થઇ ગઈ હતી. આ છોકરીઓ ગુમ થતા તેમના પરિજનોએ ડેલ્હા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટેશનના એસએસપી તેમને શોધવા માટે એક એસઆઈટી ટીમની રચના કરી હતી.

આ એસઆઈટી ટીમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ  છોકરીઓ બક્સરમાં હોઈ શકે છે. જ્યારે એસઆઈટી ટીમ પહોંચી ત્યારે તેમને ખબર પડી કે તેઓ દિલ્હી પહોંચી ચૂકી છે. આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસે ફ્લાઇટ દ્વારા તેમની એક ટીમ દિલ્હી મોકલી હતી.

  • બે છોકરીઓએ તો છોકરાનો ગેટઅપ બનાવ્યો હતો
    દિલ્હી પહોંચ્યા બાદ પોલીસને ખબર પડી કે આ ચારે સગીર વિદ્યાર્થિનીઓમાંથી 2 છોકરાઓનો ગેટઅપ બનાવ્યો હતો. આ છોકરીઓ એક જ શાળામાં ભણતી હતી અને ક્લોઝ ફ્રેન્ડ હતી. તેમની ફ્રેન્ડશિપ એટલી ગાઢ બની ગઈ હતી કે, તેઓ એકબીજા વગર રહી શકતી નહતી. આથી જ તેઓ ઘરેથી ભાગી જઈને સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
vtv app promotion

આ અંગે ટાઉન ડીએસપીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. જેમાં તેમને કહ્યું કે, જ્યારે ગયા પોલીસ દિલ્હી પહોંચી ત્યારે બે છોકરીઓ છોકરાઓના ગેટઅપમાં મળી આવી હતી.  જેનાથી પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને જણાવ્યું કે પોલીસ ચારેય સગીર છોકરીઓને સુરક્ષિત રીતે ઘરે પરત લાવી છે.

વધુ વાંચો : લવ મેરેજ પછી તરત પત્ની બે યુવકો સાથે સુતી, રાતે ઘેર આવેલા પતિએ કર્યું ખૌફનાક

પોલીસના જણાવ્યા મુજબ, આ ચારેય સગીર છોકરીઓના નિવેદનો કોર્ટમાં નોંધવામાં આવશે અને તેમના પરિવારોને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. પોલીસ આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lesbian HighSchool Students Shocking News

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ