ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લવ મેરેજ પછી તરત પત્ની બે યુવકો સાથે સુતી, રાતે ઘેર આવેલા પતિએ કર્યું ખૌફનાક

ક્રાઈમ / લવ મેરેજ પછી તરત પત્ની બે યુવકો સાથે સુતી, રાતે ઘેર આવેલા પતિએ કર્યું ખૌફનાક

Published By: Nirav Kumar

Last Updated: 08:05 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં એક યુવકે તેની પત્નીની હત્યા કરી નાખી છે. જેમાં આરોપી યુવકના જણાવ્યા મુજબ તેની પત્નીને બીજા યુવકો સાથે તેને રંગરેલિયા કરતા રંગેહાથ જોઈ હતી આથી તેને આ મર્ડર કર્યું છે.

ADVERTISEMENT

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક યુવકે લવ મેરેજના ચાર મહિના બાદ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દેવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ હત્યાનું કારણ પત્નીની બેવફાઈ હતી. આ યુવકના દાવા મુજબ તેની પત્નીને તેને રંગેહાથ બીજા યુવકો સાથે રંગરેલિયા માનવતા જોઈ હતી.

પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા આ યુવકે તેને રંગે હાથે પકડવાનો પ્લાન બનાવ્યો અને એક રાત્રે અચાનક ઘરે પહોંચ્યો હતો. તેની પત્નીને બે યુવાનો વચ્ચે સૂતી જોઈને તે હેરાન થઈ ગયો હતો અને તેના સ્કાર્ફથી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. યુવકને તેની પત્નીની હત્યાનો કોઈ અફસોસ નથી.

આ ઘટના મહારાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાઈ-ટેક સિટી પડોશના રૂમામાં બની હતી. અહીં ભાડાના ઘરમાં રહેતા સચિન સિંહ ભદૌરિયાએ શુક્રવારે મોડી રાત્રે તેની પત્ની શ્વેતા સિંહની હત્યા કરી અને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે.

ફતેહપુરના ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહનપુર ગામના રહેવાસી સચિન સિંહ ભદૌરિયાએ પોલીસને જણાવ્યું હતું કે, તે ઓક્ટોબરથી તેની પત્ની સાથે લખન સિંહના રુમા સ્થિત મકાનમાં ભાડાના મકાનમાં રહેતો હતો. છેલ્લા એક મહિનાથી તે તેની પત્ની સાથે તેના મેસેજ અને વર્તનને કારણે શંકા ગઈ હતી. જેમાં  બે દિવસ પહેલા તેને તેના ખાતામાં જમા થયેલા પૈસા વિશે પૂછ્યું અને પત્નીએ કહ્યું કે તેને  તેની દાદી પાસેથી પૈસા ઉછીના લીધા છે. ત્યાર બાદ તેની પૂછપરછ કરી, પૂછ્યું કે જ્યારે તેણીનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો ત્યારે તેને પૈસા કેમ ઉછીના લીધા હતા. આથી કારણે ઝઘડો થયો. ત્યાર બાદ  તેની પત્નીને રંગે હાથે પકડવાનું કાવતરું ઘડ્યું. શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તેને ફોન કર્યો અને કહ્યું કે તે ઘરે નહીં આવે.

vtv app promotion

રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ તે અચાનક ઘરે પહોંચ્યો હતો. તે રૂમમાં ગયો અને તેની પત્ની સાથે બે યુવકોને જોયા હતા. ત્રીજો યુવક ફરતો ફરતો હતો તેમની ચોકી કરી રહ્યો હતો. આથી તે યુવકો સાથે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસ પહોંચી અને તે બધાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જ્યારે તે પોલીસ સ્ટેશનથી પોતાના રૂમમાં પાછો ફર્યો ત્યારે તેની પત્ની ઘરે આવી અને દલીલ કરવા લાગી અને તે યુવકો સાથે જ રહેવાનું કહ્યું હતુ. આવી બેવફાઈવાળી વાત સાંભળીને તેને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી.

આ અંગે આરોપીઓએ પોલીસને જણાવ્યું કે હત્યા બાદ તેને લાશને રૂમમાં છોડીને રામાદેવી સ્ક્વેર અને ક્લોક ટાવરની આસપાસ ફરતો રહ્યો હતો. લગભગ બે કલાક ક્લોક ટાવર પર બેસીને વિચાર કર્યા બાદ તેનેઆત્મસમર્પણ કરવાનું નક્કી કર્યું હતું અને તે મહારાજપુર પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કર્યું હતું.

વધુ વાંચો : દીકરીનો 'તસ્કરી કાંડ', અને હવે DGP પિતાની ઓફિસમાં રંગરેલિયા, ફરીવાર ચર્ચામાં રાન્યા રાવ

આ અંગે સ્ટેશન ઇન્ચાર્જ રાજેશ કુમારે જણાવ્યું કે, ફતેહપુરના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં એક યુવકના માર્ગ અકસ્માતમાં મૃત્યુ બદલ આ આરોપી વિરુદ્ધ હત્યાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. તેને આ કેસમાં 4 મહિના જેલમાં પણ વિતાવ્યા હતા. બાદમાં જે મહિલા સાથે તેને લવ મેરેજ કર્યા હતા તેને જ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બળાત્કારનો રિપોર્ટ દાખલ કર્યો હતો. જેલમાંથી જામીન પર છૂટ્યાના 2 મહિના બાદ આ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. હવે આ મર્ડરની ઘટના બની છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Killed Wife Murder Surrendered

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ