ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દીકરીનો 'તસ્કરી કાંડ', અને હવે DGP પિતાની ઓફિસમાં રંગરેલિયા, ફરીવાર ચર્ચામાં રાન્યા રાવ

નેશનલ / દીકરીનો 'તસ્કરી કાંડ', અને હવે DGP પિતાની ઓફિસમાં રંગરેલિયા, ફરીવાર ચર્ચામાં રાન્યા રાવ

Published By: Jinal Chauhan

Last Updated: 03:18 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના DGP રામચંદ્ર રાવ પર મહિલાઓ સાથે વાંધાજનક વીડિયો વાયરલ થયા પછી કાર્યવાહી કરવામા આવી છે.તેને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઘટના પછી અચાનકથી ડીજીપીની દિકરીઓ સમાચારમાં છે.

ADVERTISEMENT

કર્ણાટકના DGP રામચંદ્ર રાવ પર મહિલાઓ સાથે વાંધાજનક વીડિયો વાયરલ થયા પછી કાર્યવાહી કરવામા આવી છે.તેને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઘટના પછી અચાનકથી ડીજીપીની દિકરીઓ સમાચારમાં છે. તેમની દિકરી કોઈ બીજું નહીં પણ કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ છે. રાન્યા રાવ જે ગત વર્ષે દુબઈથી 14 કિલો ગોલ્ડ સ્મગલિંગ કરીને બેંગલુરુ લઈને આવી હતી. રાન્યાને DRIએ એરપોર્ટથી જ ધરપકડ કરી લીધી હતી.

રાન્યા તેની કન્નડ ફિલ્મ માણિક્ય માટે જાણીતી છે. આ ફિલ્મમાં તે કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે જોવા મળી હતી. તેમણે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. રાન્યા હાલ બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેની પર DRIએ ગોલ્ડ સ્મગલિંગ માટે 102 કરોડ રૂપિયા દંડ ફટકાર્યો છે.

રાન્યા રાવ

ગત વર્ષે 3જી માર્ચની રાતે રાન્યા રાવ બેંગલુરુના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી 14.8 કિલો સોનુ લઈને પહોંચી હતી. ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સતત ઈન્ટરનેશનલ ટ્રિપ્સના કારણે DRI રાન્યાની દેખરેખ કરી રહી હતી. EDએ રાન્યા રાવ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં રાન્યાને એક વર્ષની સજા સંભળાવવામાં આવી અને હાલ તે જેલમાં બંધ છે.

દુબઈથી 14 કિલો સોનું લઈને પહોંચી હતી બેંગલુરુ

રાન્યાને જ્યારે પકડવામાં આવી હતી ત્યારે તેને ઘરેણા પહેરી રાખ્યા હતા. આ ઉપરાંત તેના કપડાની અંદર સોનું સંતાડ્યું હતું. DRI સામે રાન્યાએ સ્વીકાર કર્યો હતો કે તેની પાસે 17 સોનાની લગડી હતી. તેના ઘરમાંથી 2 કરોડ રૂપિયા સોનાના ઘરેણા અને કરોડ રૂપિયાથી વધુની કેશ મળી આવી હતી.

રાન્યાએ એક વર્ષમાં 30 વખત દુબઈની યાત્રા કરી હતી. અરેસ્ટ થવાના 15 દિવસ પહેલા તે ચાર વખત દુબઈની યાત્રા કરી ચુકી હતી. DRIનું અનુમાન છે કે આ દરમિયાન તે ઘણા કિલો સોનુ ભારત લાવી હતી. EDએ રાન્યાની 34 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેની પાસે બેંગલુરુમાં બે ઘર એક ઈન્ડસ્ટ્રિયલ પ્લોટ અને એક એગ્રીકલ્ચર લેન્ડનો ટુકડો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ શેરબજારમાં મંગળવારે 'અમંગળ', સેન્સેક્સમાં 600 અંકોનો કડાકો, તો નિફ્ટી પણ નુકસાનમાં

જ્યારે અભિનેત્રીની ધરપકડ થઈ ત્યારે પણ ખળભળાટ મચી ગયો હતો કે પોલીસ મહાનિયામક રામચંદ્ર રાવ તેમના સાવકા પિતા છે. DRIના જણાવ્યા પ્રમાણે જ્યારે રાન્યા સોનુ સ્મગલિંગ કરીને ભારત આવતી હતી તો પોતાને આઈપીએસની દિકરી ગણાવીને ઘરે ડ્રોપ કરવા માટે એરપોર્ટ પર પોલીસકર્મીઓને બોલાવતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka DGP Ranya Rao gold smuggling case

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ