બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / CERT-In directive important for storing user data, says govt

જનહિતાર્થે / જે લોકો પાસે આ મોબાઈલ છે તેમને સરકારે કર્યાં હાઈએલર્ટ, ફટાફટ કરી લેજો જરુરી કામ

Hiralal

Last Updated: 07:08 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આઈટી મંત્રાલયની એક કમિટીએ 10,11 અને 12 એન્ડ્રોયડ સ્માર્ટફોન વાપરતા લોકોને એક ચેતવણી આપી છે.

  • કેન્દ્રીય આઈટી મંત્રાલયની કમિટીની ચેતવણી
  • એન્ડ્રોયડ 10,11 અને 12માં છે અનેક ખામીઓ
  • કોઈ પણ ચોરી શકે તમારી ગુપ્ત માહિતી
  • લેટેસ્ટ અપડેટ કરાવી લેજો

CERT એટલે કે ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે.ટીમે  એન્ડ્રોઈડ 10, 11 અને 12નો ઉપયોગ કરી રહેલા લોકોને ચેતવણી આપી છે કે આ એન્ડ્રોયડ સ્માર્ટફોનમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવી છે જેને કારણે કોઈ પણ હેકર્સ કે બીજી કોઈ વ્યક્તિ તમારી સંવેદશનલી જાણકારી મેળવી શકે છે અને તમને નુકશાન પહોંચાડી શકે છે. 

IT મંત્રાલયની CEAT ટીમે જારી કરી એડવાઈઝરી 

IT મંત્રાલયની CEAT ટીમ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી અનુસાર, ઘણી OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમમાં ખામીઓ છે જેના કારણે સંવેદનશીલ માહિતી મેળવી શકાય છે. એડવાઈઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એન્ડ્રોઈડ ઓએસમાં કર્નલ કમ્પોનન્ટ્સ, ફ્રેમવર્ક, ક્વોલકોમ કમ્પોનન્ટ્સ અને સિસ્ટમમાં ખામી જોવા મળી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ ખામીઓને કારણે હેકર્સ તમારી અંગત અથવા કહો કે સંવેદનશીલ માહિતી ચોરી શકે છે. 

ગૂગલે આ ખામીઓ સ્વીકારી

ગૂગલે આ ખામીઓ સ્વીકારી અને આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા પેચ બહાર પાડ્યો હતો.કંપનીના જણાવ્યા અનુસાર, આ ખામીઓમાં સૌથી ગંભીર ખામીઓ ફ્રેમવર્ક ઘટકમાં સુરક્ષા બગ છે. એન્ડ્રોઇડ સિક્યોરિટી બુલેટિન અનુસાર, 1 મે, 2022 અને ત્યારથી સિક્યોરિટી પેચ લેવલ સાથે, કંપનીએ આ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

બચવા માટે આટલું કરો 
જો તમે પણ હેકર્સના ટાર્ગેટમાં આવવા ન માગતા હોવ અને પોતાને સુરક્ષિત રાખવા માંગતા હોય તો તરત જ લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરો. તમે ફોનના સેટિંગમાં સિસ્ટમ અપડેટમાં જઈને લેટેસ્ટ અપડેટ વિશે જાણકારી મેળવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ