ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Central Government Says Social Media is Dangerous, Supreme Court Said Make it Low

દિલ્હી / કેન્દ્રએ કહ્યું સોશિયલ મીડિયાનો દુરપયોગ ખતરારૂપ; સુપ્રીમે કહ્યું નિયમો બનાવી લાવો, સુનાવણી કરીશું

Published By: vtvAdmin

Last Updated: 03:15 PM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસેને દિવસે સોશિયલ મીડિયામાં વધી રહેલાં ગુનાઓ પર કેન્દ્ર સરકાર તવાઈ લાવી રહી છે. સાથે જ સુપ્રીમ કોર્ટ પણ આ અંગે કડક બની છે. હાઈકોર્ટમાં પેન્ડીંગ પડેલાં સોશિયલ મીડિયાના દુરપયોગના તમામ કેસો સુપ્રીમે પોતાના હાથમાં લીધા છે. વધુમાં આજે સુપ્રીમમાં આ અંગે કેન્દ્રે કહ્યું કે અમે 15 જાન્યુઆરી 2020 સુધીમાં સોશિયલ મીડિયાને નિયંત્રીત કરતાં નિયમો બનાવી દઈશું.

ADVERTISEMENT

  • હવે સોશિયવ મીડિયામાં થતાં ગુનાઓ અંગે ચિંતા ઓછી થશે
  • 2020 સુધીમાં ફેસબૂક અને વ્હોટ્સએપને કંટ્રોલ કરતાં કાનુન આવી જશે
  • કોર્ટે રજીસ્ટ્રી પાસેથી દેશના તમામ સોશિયલ મીડિયા અંગેના કેસ સુપ્રીમમાં મંગાવ્યા

2020ના છેલ્લા અઠવાડિયા સુધીમાં નવો કાનુન આવી શકે

ઘણા લાંબા સમયથી દેશની વિવિધ કોર્ટમાં ચાલતાં સોશિયલ મીડિયાના દુરપયોગના કેસ જેમાં મુખ્યત્વે ફેસબૂક અને વ્હોટ્સએપના કેસોમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવી તમામ કેસોને સુપ્રીમમાંથી સુનાવણી શરૂ કરી છે. વધુમાં કોર્ટે રજિસ્ટ્રીને કહ્યું કે તમામ કેસોને સુપ્રીમના મેઝ પર લાવો. આ અંગે આજે સુનાવણી થઈ ત્યારે કડકાઈથી સુપ્રીમે સરકાર પાસેથી તેને નિયંત્રણ કરતાં નિયમોની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2020ના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ અંગેના નિયમો સુપ્રીમમાં રજુ કરો.

તસવીર પ્રતિકાત્મક છે

સરકારી વકિલે કહ્યું આવી કંપનીઓએ આવવું જ ના જોઈએ

એટર્ની જનરલ (સરકારના વકિલ)  કે કે વેણુગોપાલે સુપ્રીમને કહ્યું કે આ ફેસબૂક અને વ્હોટ્સએપ સહિતની તમામ કંપનીઓને તેમની સેવાઓ અને પ્રોડક્ટનો દુરપયોગ રોકવાં માટેની કોઈ વ્યવસ્થા જ નથી. આવી કંપનીઓએ ભારતમાં આવવું જ ના જોઈએ. ઉપરાંત પીડિતોને મદદ કરવા માટે આ કંપનીઓ પાસે કોઈ જ પ્રકારની સિસ્ટમ નથી. 

કોર્ટે કંપનીઓમાં માટે કાનુન બનાવવા કહ્યું...

કોર્ટે કહ્યું કે કોઈ એવાં કાનુન છે જે આ કંપનીઓને દેશમાં કામ કરતાં અટકાવી શકે. અથવા તો તેમની નિતીઓ પર કંટ્રોલ કરી શકે. શું સરકાર પાસે આવી કંપનીઓને સસ્પેન્ડ કરવા માટે કોઈ એજન્સી છે ? એ પણ જાણવાની જરૂર છે કે સરકારને ગુનાઓની શોધ માટે મદદ કરી શકે તેવી કંપનીઓ પાસે વ્યવસ્થા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cerntral Government Socail Media Supreme Court કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ સોશિયલ મીડિયા delhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ