બ્રેકિંગ ન્યુઝ
VTV / Central Government May Increase Central Gov. Employee HRA In January 2022 Know Detail
ADVERTISEMENT

કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી સારા સમાચાર મળી શકે છે.
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી સારા સમાચાર મળી શકે છે. તહેવારની જેમ મોદી સરકાર નવા વર્ષે પણ પોતાના કર્માચારીઓને ભેટ આપી શકે છે. અગાઉ દિવાળી પર મોદી સરકારે કર્માચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. હવે એવી ચર્ચા છે કે, કેન્દ્ર સરકાર ફરી એકવાર કર્માચારીઓને ખુશ કરી શકે છે. સરકાર જાન્યુઆરી 2022ની શરૂઆતમાં હાઉસ રેન્ટ એલાઉન્સ વધારવાની જાહેરત કરી શકે છે.

ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મોકલ્યો
નાણા મંત્રાલયે 11.56 લાખથી વધુ કર્માચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સને લાગુ કરવા માટે મંથન શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવની મંજૂરી માટે રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જો આ બરખાસ્ત મંજૂર થાય છે. તો કર્મચારીઓને જાન્યુઆરી 2021ના HRA મળશે. તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર એસોસિએશન અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન 1લી જાન્યુઆરી 2021થી HRA લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે. રેન્ટ ઓફ હાઉસના ભથ્થામાં વધારો કર્યા પછી પગારમાં બમ્પર વધારો થશે
ADVERTISEMENT
કેટલું હોય છે હાઉસ રેન્ટ અલાઉન્સ
તમને જણાવી દઈએ કે, જે શહેરની વસ્તી 50 લાખથી વધુ હોય તે X કેટેગરીમાં આવે છે. બીજી બાજુ જે શહેરની વસ્તી 5 લાખ અથવા તેનાથી વધુ હોય તે Y કેટેગરીમાં આવે છે. અને 5 લાખથી ઓછી વસ્તીવાળા શહેરો Z કેટેગરીમાં આવે છે. આ ત્રણેય કેટેગરી માટે મિનિમમ HRA 5400, 3600 અને 1800 રૂપિયા હોય છે.ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચરના જણાવ્યા અનુસાર જ્યારે ડિયરનેસ અસલાઉન્સ 50 ટકા સુધી પહોંચી જાય તો મેક્સિમ હાઉસ રેન્ટ એલાઉન્સ વધી 30 ટકા સુધી થઈ જાય
ADVERTISEMENT

રાજ્ય સરકારે પણ વધાર્યો DA અલાઉન્સ
ADVERTISEMENT
આ પહેલા ઝારખંડની સરકારે પોતાના તમામ કર્માચારીઓ અને પેન્શનભોગીઓ માટે મોઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વાધારો કરવામાં આવ્યો છે. અને આ વધારો ચાલુ વર્ષે એક જુલાઈથી લાગુ થશે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં ઝારખંડ સરકારની મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસાર રાજ્ય સરકારે પાંચમા અને છઠ્ઠા તથા સાતમાં વેતન આયોગ પ્રમાણે પગાર લઈ રહેલા તમામ કર્મચારીઓ અને પેશનધારકોને પહેલી જુલાઈ 2021થી મોંધવારી ભથ્થું ત્રણ ટકાથી વધુ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.