બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / central government employees and pensioners dearness allowance will increase 4 percent

રાહત / કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે મોદી સરકારની મોટી રાહત, DAમાં થઈ શકે છે આટલા ટકાનો વધારો

Bhushita

Last Updated: 08:36 AM, 5 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને માટે સારા સમાચાર છે. 2021માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળે તેવી આશા છે. કર્મચારીઓ અને પેન્શનર્સને હાલના સમય જુલાઈ 2020થી 7 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું તે અત્યારે મળી રહ્યું નથી, કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2021માં 4 ટકાના વધારાની શક્યતા છે. જેનાથી દેશના દોઢ કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે.

  • કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને માટે સારા સમાચાર
  • 2021માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળે તેવી આશા 
  • દોઢ કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે

 
કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયની તરફથી મળતી માહિતી અનુસાર દર મહિને મોંઘવારીનો એક સૂચકાંક જાહેર કરાય છે જેના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને પેન્શનર્સને પણ વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. આ ભથ્થું છેલ્લા 12 મહિનાના ઔધ્યોગિક શ્રમિકોને માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધારે નક્કી કરાય છે અને પછી તેની ગણતરી કરાય છે. 
 


આ કારણો છે જવાબદાર

જો આધાર વર્ષ 2021ના અનુસાર ડિસેમ્બર 2020ના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકમાં 8 અંકનો ઘટાડો હોય તો મોંઘવારી 3 ટકા અને સૂચકાંકમાં 24 અંકનો વધારો થયો હોય તો મોંઘવારી ભથ્થું 5 ટકા આપવાનું નક્કી કરાશે. પણ એક મહિનામાં આટલો ઘટાડો કે વધારો શક્ય નથી. આ કારણે મોંઘવારી ભથ્થું 4 ટકા આપવાનું નક્કી કરાશે. 
 


કહેવાયું છે કે ડિસેમ્બર 2020નો સૂચકાંક એક મહિના બાદ જાહેર કરાય છે અને સપ્ટેમ્બર 2020થી ઓદ્યોગિક શ્રમિકોને માટે 2016નું નવું આધાર વર્ષ લાગૂ કરાયું છે. નવા આધાર પર જાહેર કરાયેલા સૂચકાંકમાં 2.88 થી ગુણાંક કરતાં જૂના સૂચકાંકમાં બદલીને મોંઘવારી ભથ્થાની ગણતરી કરાય છે. આ ભથ્થાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ તથા યૂપી સહિત અનેક રાજ્યોના કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળી શકે છે. લગભગ દોઢ કરોડ  લોકોને આ લાભ મળશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Allownce DA Modi Goverment benefit increase કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનર્સ મોંઘવારી ભથ્થુ લાભ વધારો dearness allowance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ