બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / center government may hike da by 3 percent before diwali

તમારા કામનું / દિવાળી પહેલા સરકારી નોકરિયાતોને જોરદાર ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી સરકાર! પગારને લઈને થઈ શકે છે એલાન

Arohi

Last Updated: 02:58 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DA Hike: કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. આ વખતે કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારે થઈ શકે છે. આવો જાણીએ DAમાં વધારો થયા બાદ કર્મચારીઓની કેટલી સેલેરી વધશે.

  • સરકારી કર્મચારીઓ માટે ખુશખબર 
  • મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો 
  • DAમાં થઈ શકે છે ત્રણ ટકાનો વધારો

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને બમ્પર ગિફ્ટ મળી શકે છે. કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. આ વખત કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે. હાલના સમયમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવી રહ્યું છે. 

જેમાં 3 ટકા વધારા બાદ આ 45 ટકા પર પહોંચ જશે. તેની સાથે જ સરકારી કર્મચારીઓના DR એટલે કે મોંઘવારી રાહતમાં પણ વધારો થઈ શકે છે. સરકાર ટૂંક સમયમાં જ DAમાં વધારાની જાહેરાત કરી શકે છે. એવામાં દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શન હોલ્ડર્સને ખુશખબરી મળી શકે છે. 

આટલી વધી જશે સેલેરી 
ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યા અનુસાર આ વખતે જો DA વધશે તો તેમાં ત્રણ ટકા વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે અમે DAમાં ચાર ટકા વધારાની માંગ કરી રહ્યા છીએ. જો સરકાર તેને માની જાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધીને 46 ટકા થઈ જશે. 

જો કોઈ કર્મચારીને દર મહિને 36,500 રૂપિયા બેસિક પે મળે છે તો પણ તેનું DA 15,330 રૂપિયા છે. જો જુલાઈ 2023થી DAમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવે છે તો તેનું DA 1,095 રૂપિયા વધીને 16,425 રૂપિયા થઈ જશે. સાથે જ જુલાઈથી એરિયર પણ મળશે. 

હજુ આટલા DAની ચુકવણી બાકી 
કેન્દ્ર સરકારે કોરોના કાળમાં પોતાના કર્મચારીઓને 18 મહિના એટલે કે એક જાન્યુઆરી 2020થી 30 જૂન 2021ની વચ્ચે DAની ચુકવણી નથી કરી. આજ રીતે પેન્શરન્સને પણ આ સમયમાં મોંઘવારીથી રાહત એટલે કે DRનું પેમેન્ટ નથી કરવામાં આવ્યું. 

તેનો હેતુ સરકાર પર પડતા ફાઈનાન્શિયલ બોજને ઓછુ કરવાનો હતો. તેના નિર્ણયના કારણે સરકારને 34,402.32 કરોડ રૂપિયાની બચત થઈ હતી. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચુકવણીની માંગ કરી રહ્યા હતા. પરંતુ આજે સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેની ચુકવણી નહીં કરવામાં આવે. નાણમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Center Government Diwali da hike તમારા કામનું da hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ