બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / CBI raids 21 locations in Delhi-NCR including dy. CM Manish Sisodia's residence

BIG BREAKING / દિલ્હીના Dy.CM મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત કુલ 21 જગ્યાએ CBIના દરોડા, કહ્યું 'સ્વાગત છે'

Dhruv

Last Updated: 10:38 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના ઘર સહિત કુલ 20થી વધુ જગ્યાએ CBIએ દરોડા પાડ્યા છે. જે અંગેની ખુદ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

  • દિલ્હીના Dy. CM મનીષ સિસોદિયાના ઘરે CBI રેડ
  • દિલ્હી-NCR સહિત કુલ 20થી વધુ જગ્યાએ CBIના દરોડા
  • આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરાય તે દુર્ભાગ્યપૂર્ણ: સિસોદિયા

આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરાય તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ : સિસોદિયા

મનીષ સિસોદિયાએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે, 'સીબીઆઈ આવી છે. તેઓનું સ્વાગત છે. અમે કટ્ટર ઇમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવીએ છીએ. આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આથી જ આપણો દેશ હજુ નંબર-1 નથી બન્યો.'

અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા પણ કંઈ બહાર નથી આવ્યું: સિસોદિયા

વધુમાં બે ટ્વિટ કરીને કહ્યું કે, 'અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું જેથી સત્ય જલ્દી સામે આવી શકે. અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે પરંતુ કંઈ બહાર નથી આવ્યું. આમાંથી પણ કંઇ જ નહીં નીકળે. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.'

અન્ય એક ટ્વિટ કરતા કહ્યું કે, 'આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્કૃષ્ટ કામથી પરેશાન છે. આથી જ દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણમંત્રીની ધરપકડ કરવામાં આવી જેથી કરીને શિક્ષણ અને આરોગ્યના સારા કામને અટકાવી શકાય. અમારી બંને ઉપરના આરોપો ખોટા છે. કોર્ટમાં સત્ય સામે આવી જશે.'

કેજરીવાલે કહ્યું 'CBIનું સ્વાગત છે, સંપૂર્ણ સહકાર આપીશું'

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, 'CBIનું સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપીશું. ભૂતકાળમાં પણ અનેક તપાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કંઇ જ બહાર આવ્યું નથી. હજુ પણ કંઈ બહાર આવશે નહીં. જે દિવસે દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ થયા અને અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના પહેલા પાના પર મનીષ સિસોદિયાની તસવીર છપાઈ તે જ દિવસે મનીષના ઘરે કેન્દ્રએ CBIને મોકલી.'

Koo App
सीबीआई देश की एक मजबूत संस्था है लेकिन सीबीआई का केंद्र की सरकार दुरुपयोग कर रही हैं । देश में भारतीय जनता पार्टी द्वारा एक ट्रेंड चलाया गया है जिसका मकसद आम जनता, किसान, छात्र, नौजवान ,गरीब के लिए काम करने वाले हर व्यक्ति को हर संभव परेशान कर उसे तोड़ने का काम किया जा रहा है , लेकिन आम आदमी पार्टी का हर कार्यकर्ता कट्टर इमानदार है और जीत सदैव सत्य की होगी। #CBI #Manishsisodia
 
- Ravinder Balyan (@RavinderBalyan) 19 Aug 2022

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ