ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / cbdt task force submitted direct tax code report finance minister

કાર્યવાહી / 50 વર્ષ જુનો આ કાયદો બદલવા જઇ રહી છે મોદી સરકાર, CBDT ને સોંપાયો રિપોર્ટ

Published By: Kavan

Last Updated: 08:25 PM, 19 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવકવેરાથી જોડાયેલ 50 વર્ષ જુના કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે. આ પરિવર્તનનો સીધો ફાયદો નોકરીયાતોને થવાની અપેક્ષા છે.

ADVERTISEMENT

ડાયરેક્ટ ટેક્સ કોડનો સોંપાયો રિપોર્ટ

હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતાવાળી ટાસ્ક ફોર્સ કમિટીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને "ડાયરેક્ટ ટેક્સ કોડ"નો રિપોર્ટ આપ્યો હતો.

ઇન્કમ ટેક્સ એક્ટનું અસ્તિત્વ થઇ જશે સમાપ્ત

ડાયરેક્ટ ટેક્સ કોડ લાગુ થવાથી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. મહત્વની વાત એ છે કે આ ફેરફાર કરવા માટે આ સમિતિની રચના બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી. એટલે કે, મોદી સરકાર તેના ઉપર લગભગ બે વર્ષથી કામ કરી રહી છે.

નવેમ્બર 2017 માં કરાઇ ટાસ્ક ફોર્સ કમિટીની રચના

આપને જણાવી દઇએ કે,નવેમ્બર 2017 માં, ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી હતી. પહેલા આ સમિતિએ 31 મે 2019 સુધીમાં અહેવાલ રજૂ કરવાનો હતો. પરંતુ 26 મેના રોજ બે મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. કરદાતાઓ આ પરિવર્તનનો સૌથી વધુ લાભ થશે.

રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા બનશે સરળ

આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, "ડાયરેક્ટ ટેક્સ કોડ" કાયદામાં માત્ર નોકરિયાત લોકો પરના ટેક્સનો ભાર ઘટાડવામાં આવશે, રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કાયદા મારફતે ટેક્સપેયર્સની સંખ્યામાં વૃદ્ધિ થશે. 

આ પહેલા UPA સરકારે પણ ડાયરેક્ટ ટેક્સ કોડ દ્વારા ટેક્સ કાયદામાં ફર બદલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઇ શક્યો નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

CBDT Direct tax code Nirmala Sitharaman task force ગુજરાતી ન્યૂઝ Action

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ