ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / મકર રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારું નવું વર્ષ, જાણો વિક્રમ સંવત 2082નું વાર્ષિક રાશિફળ
Last Updated: 03:11 AM, 22 October 2025
ADVERTISEMENT
દિવાળીથી જ નવા મહાલક્ષ્મી વર્ષ 2025–26ની શરૂઆત થાય છે. આ વર્ષે જે દિવાળીથી લઈને આગામી વર્ષ સુધી ચાલશે, તે દરમિયાન ગ્રહોની સ્થિતિ તમામ રાશિઓ માટે નવો ફેરફાર લાવશે. વેપારીઓ આ દિવસે નવા હિસાબી બહીખાતાં ખોલે છે અને માતા લક્ષ્મી તથા ગણપતિજીની પૂજા સાથે સમૃદ્ધિના સંકલ્પ લે છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ મહાલક્ષ્મી વર્ષની શરૂઆતમાં શનિ મીન રાશિમાં છે — જેને લોહચરણ તૃતીય શનિ કહેવાય છે. તેના પ્રભાવથી વેપારિક પ્રવાસોમાંથી આર્થિક લાભ થશે, પરંતુ માનસિક ઉથલપાથલ પણ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
રાહુ કુભમાં અને કેતુ સિંહમાં સ્થિત છે. આ સ્થિતિના કારણે મનમાં ઉકળાટ અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. કેટલાક નજીકના લોકો દૂર લાગશે જાણે પ્લાસ્ટિકના ફૂલની જેમ સંબંધો દેખાશે પણ સુગંધ નહીં આપે. સાતમા ભાવમાં ગુરુ (બૃહસ્પતિ) કર્ક રાશિમાં ગતિમાન છે, જે ભાગીદારો અને જીવનસાથીના સહયોગથી ધનની વૃદ્ધિ કરશે. પરંતુ 4 ડિસેમ્બર 2025ે ગુરુ મિથુન રાશિમાં વક્રી થઈ જશે, જે કર્જ અને ઉધારીના પ્રશ્નો ઊભા કરી શકે છે.
ADVERTISEMENT
જૂન 2026ના રોજ ગુરુ ફરી કર્કમાં પરત ફરશે અને ધનની વૃદ્ધિ કરશે. હા, 31 ઑક્ટોબરે સિંહ રાશિમાં પ્રવેશ સાથે પ્રતિષ્ઠા પર થોડા વાદળો ઘેરાઈ શકે છે, છતાં વિદેશી સંબંધો લાભ આપશે.
ADVERTISEMENT
આ વર્ષ દરમિયાન વ્યક્તિ વધુ આંતરિક અને વિચારશીલ બનશે. બુદ્ધિ અને સમજણમાં વધારો થશે, પરંતુ ભાવનાત્મકતા પણ વધશે, આંખોમાં પાણી ભરાઈ શકે તેવી સ્થિતિ પણ આવશે. કોઈના ઝઘડામાં મધ્યસ્થતા ન કરવી, “હવનમાં હાથ બળે” તેવી પરિસ્થિતિ ટાળવી.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ માટે થોડી ગૂંચવણો રહેશે, પરંતુ મહેનતથી સારાં પરિણામ મળશે. ઉચ્ચ શિક્ષણ માટેની તક શુભ રહેશે. કારકિર્દીમાં સારા સમાચાર મળશે, ખાસ કરીને લેખન, કમ્યુનિકેશન અને સર્જનાત્મક ક્ષેત્રે. ઓફિસમાં ઈર્ષા અથવા સ્પર્ધા થોડી અસર કરશે.
ADVERTISEMENT
સંબંધોમાં થોડી તણાવભરી સ્થિતિ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ઉંચ-નીચ રહેશે, પરંતુ સંતાન પ્રત્યે પ્રેમ વધશે.
ADVERTISEMENT
લાંબા ગાળાના રોકાણમાં લાભ થશે, પરંતુ રિયલ એસ્ટેટમાં રોકાણ ટાળવું યોગ્ય. નાણાકીય સ્થિતિ મધ્યમથી ઉત્તમ રહેશે.
માસપેશીઓ, સાંધા અને ત્વચા સંબંધિત તકલીફો થઈ શકે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વાળા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
લક્ષ્મી મંત્ર: “ॐ श्रीं ह्रीं क्लीं ऐं कमलवासिन्यै स्वाहा।”
શનિ મંત્ર: “ॐ श्रीं प्रां प्रीं प्रौं सः शं शनैश्चराय नमः।”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો