બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:25 AM, 15 January 2024
ADVERTISEMENT
Lakshadweep Tourism : લક્ષદ્વીપમાં જો મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે તો સમસ્યા સર્જાશે. આ દાવો દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે કર્યો છે. વાત જાણે એમ છે કે, એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે, લક્ષદ્વીપમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા નથી. હાલમાં ત્યાં હોટેલોની સંખ્યા ઓછી છે, તેમજ સીધી ફ્લાઇટ્સનો તીવ્ર અભાવ છે અને જો આ અવરોધો દૂર કરવામાં આવે તો પણ ટાપુની નાજુક ઇકોસિસ્ટમને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવી પડશે.
એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન સાંસદ ફૈઝલે કહ્યું કે, પરવાળાથી (નાના દરિયાઈ જીવોનો એક પ્રકાર જે લાખોની સંખ્યામાં જૂથોમાં રહે છે) બનેલું લક્ષદ્વીપ ખૂબ જ સંવેદનશીલ અને પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ નાજુક છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત જસ્ટિસ રવિન્દ્રન કમિશને "ઇન્ટિગ્રેટેડ આઇલેન્ડ મેનેજમેન્ટ પ્લાન" તૈયાર કર્યો હતો. આયોગના આ અહેવાલમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવા અને અન્ય માળખાગત વિકાસ અંગે પણ સૂચનો આપવામાં આવ્યા છે. કમિશનની સલાહ બાદ લક્ષદ્વીપ હાલમાં "ઉચ્ચ સ્તરીય નિયંત્રિત પ્રવાસન" પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ અત્યંત નિયંત્રિત પ્રવાસન દ્વારા મહત્તમ આવક મેળવવાનું આયોજન કરી રહ્યું છે. મુલાકાતે આવતા પ્રવાસીઓએ પણ સંમત થવું પડશે કે તેમના દ્વારા પર્યાવરણને નુકસાન થાય તેવા કોઈ પગલાં લેવામાં આવશે નહીં.
ADVERTISEMENT
લક્ષદ્વીપમાં આટલા ટાપુઓ પર રહે છે લોકો
લક્ષદ્વીપ 36 ટાપુઓનો સમૂહ છે જેમાંથી માત્ર 10માં જ લોકો વસે છે. અત્યારે ત્યાંની માત્ર 8 થી 10 ટકા વસ્તી જ પ્રવાસન પર નિર્ભર છે. 32 કિમી ચોરસ વિસ્તારમાં ફેલાયેલા લક્ષદ્વીપના માત્ર થોડા ટાપુઓ જ લોકો માટે ખુલ્લા છે. એટલે કે પ્રવાસીઓને તે ટાપુઓ સિવાય બીજે ક્યાંય જવાની મંજૂરી નથી. હાલ વહીવટદાર પ્રફુલ્લ ખોડા પટેલ છે.
કેવી રીતે શરૂ થયો ભારત-માલદીવ વિવાદ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ શરૂ થયો હતો. PM મોદીના લક્ષદ્વીપ પ્રવાસ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, જેના પર માલદીવના ત્રણ મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે ભારત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો: ફ્લાઇટમાં વિલંબ થતા મુસાફરે Indigoના પાઇલટને માર્યો જોરદાર મુક્કો, એર હોસ્ટેસે કરી બુમાબુમ
સોશિયલ મીડિયા પર પણ ભારતીય યુઝર્સે આને માત્ર મુદ્દો બનાવ્યો જ નહીં પરંતુ માલદીવ જવાને બદલે લક્ષદ્વીપમાં વેકેશન ગાળવાની અપીલ પણ કરી. આ જ કારણ હતું કે, ઘણા લોકોએ માલદીવની તેમની આયોજિત યાત્રાઓ રદ કરી હતી. આ આર્થિક ફટકા બાદ માલદીવે ડેમેજ કંટ્રોલના એક પ્રકાર તરીકે ત્રણેય મંત્રીઓને બરતરફ કરી દીધા હતા. જોકે આ દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન સાથે સંબંધોને મજબૂત કરવા પર જોર આપતા જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.