ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:53 AM, 15 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
Indigo Airlines Viral Video : ફરી એકવાર એરલાઈન્સનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, ઇન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફરે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો કર્યો હતો કારણ કે તેની ફ્લાઈટ મોડી થઈ હતી.
A passenger of an #Indigo Flight, punched the captain who was making delay announcement. The Flight had already been delayed for almost 13 hours. pic.twitter.com/VovmAydnDt
— Amitabh Chaudhary (@MithilaWaala) January 15, 2024
ADVERTISEMENT
ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર એક મુસાફરે પ્લેનના કેપ્ટનને મુક્કો માર્યો જ્યારે તે ફ્લાઈટમાં વિલંબ અંગે જાહેરાત કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો હવે તે પેસેન્જર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ફ્લાઈટ ક્યાં જઈ રહી હતી તે હજુ સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટને લઈને સમયસર જાહેરાત ન થવાને કારણે પેસેન્જર ગુસ્સે થઈ ગયા હતા. જોકે કેટલાક લોકોએ મુસાફરોને થતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું, કારણ કે તાજેતરના દિવસોમાં ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલેશન, ફ્લાઈટમાં વિલંબ અને ધોરણોનું પાલન ન કરવાની ઘણી ફરિયાદો પ્રકાશમાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: PHOTOS: પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ઘરે બેઠાં કરો અયોધ્યા રામ મંદિર પરિસરના દર્શન, જુઓ લેટેસ્ટ તસવીરો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલી એક મુસાફર કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર થપ્પડ મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઈટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. આ પછી આરોપી પેસેન્જરને સ્કાય બ્લુ હૂડી પહેરેલા અન્ય વ્યક્તિ દ્વારા પાછો ખેંચવામાં આવ્યો. આ પછી કેબિનમાં હંગામો શરૂ થયો. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતા સાંભળી શકાય છે, "સર, તમે આ નથી કરી શકતા. ઘણા મુસાફરોએ આરોપીના વર્તનને યોગ્ય ઠેરવતા વિલંબ માટે ઇન્ડિગોને જવાબદાર ઠેરવ્યું અને તેને ઘણી ઝાટકણી કાઢી હતી.
સંકળાયેલા મુદ્દાઓ