બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ 5 બીમારીઓમાં નુકશાન કરે છે શેરડીનો રસ, ફેટી લિવર અને ડાયાબિટીસવાળા ખાસ જાણે
Last Updated: 04:05 AM, 14 April 2026
ઉનાળામાં લોકો શેરડીનો રસ ખુબ પીવે છે. આ રસ તરત જ તાજગી આપે છે અને થાક ઘટાડે છે. પણ દરેક વસ્તુ જે સ્વાદિષ્ટ હોય તે દરેક માટે યોગ્ય નથી હોતી. શેરડીના રસમાં નેચરલ સુગર ખૂબ વધારે હોય છે અને તેને પીવાની પદ્ધતિ અને તમારા સ્વાસ્થ્ય બંને મહત્વની હોય છે. જો તમે તેને દરરોજ વિચાર્યા વગર પીતા હોવ તો તે અમુક પરિસ્થિતિઓમાં ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આથી તમારે જાણવું જરૂરી છે કે કયા લોકોએ શેરડીનો રસ ન પીવો જોઈએ કે તેને ખૂબ કાળજીપૂર્વક પીવો જોઈએ.
ADVERTISEMENT
જો તમને ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ પીતા પહેલા ખૂબ કાળજી રાખો. એક ગ્લાસ શેરડીના રસમાં આશરે 40 થી 50 ગ્રામ સુગર હોઈ શકે છે. તેનો ગ્લાયકેમિક લોડ પણ 20 થી 25 ની આસપાસ હોય છે જે બ્લડ સુગરમાં ઝડપથી વધારો કરી શકે છે. જો તમે તેને પીવા માંગતા હોવ તો પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો અને તેનું પ્રમાણ ખૂબ ઓછું રાખો. સલાહ વગર તેને પીવાથી તમારા સુગર કંટ્રોલમાં ખલેલ પહોંચી શકે છે.
ADVERTISEMENT
ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકોએ પણ શેરડીનો રસ સમજી-વિચારીને પીવો જોઈએ. તેમાં ફ્રુક્ટોઝ (એક પ્રકારની સુગર) વધુ માત્રામાં હોય છે જે લીવરમાં ફેટનું નિર્માણ વધારી શકે છે. જો તમારું લીવર પહેલેથી જ કમજોર હોય તો તમારે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમને વારંવાર પેટનું ફૂલવું, ગેસ કે ઝાડાનો અનુભવ થતો હોય તો શેરડીનો રસ તમારા માટે યોગ્ય ન પણ હોય. સુગરનું વધુ પ્રમાણ ક્યારેક પેટ માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે જેના લીધે પેટ ફૂલી જાય છે કે છૂટક મળ થાય છે. આવા કિસ્સાઓમાં તેનું સેવન મધ્યમ માત્રામાં કરવું કે તેને સંપૂર્ણરીતે ટાળવું જોઈએ.
ADVERTISEMENT
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો શેરડીનો રસ તમારા પ્રયાસને બગાડી શકે છે. એક ગ્લાસમાં આશરે 150 થી 180 કેલરી હોય છે અને તેમાં ફાઇબરનો અભાવ હોય છે. મતલબ કે તેનાથી છે કે તે પેટ ભરતું નથી પણ કેલરી ઉમેરે છે. આથી જો તમે ડાયટ પર હોવ તો તેને દરરોજ પીવાનું ટાળો.
ADVERTISEMENT
કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો
કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ શેરડીના રસથી ખાસ સાવધાન રહેવું જોઈએ. ઘણીવાર મશીન અને ખરાબ રીતે સાફ કરવામાં આવે છે, જે E. Coli જેવા બેક્ટેરિયાનું જોખમ વધારી શકે છે. જો તમે તેને પીવા માંગતા હોવ તો સ્વચ્છ જગ્યાએથી રસ પસંદ કરો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.