બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતની 54 હજાર સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ, શાળાઓ કિલ્લોલથી ગૂંજી ઉઠશે

શિક્ષણ / ગુજરાતની 54 હજાર સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ, શાળાઓ કિલ્લોલથી ગૂંજી ઉઠશે

Priykant Shrimali

Last Updated: 08:03 AM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Schools Reopen : પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ 54 હજારથી વધુ શાળાઓમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની નવી સફર શરૂ

Gujarat Schools Reopen : ગુજરાતભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. ઉનાળાની લાંબી 35 દિવસીય રજાઓ પૂર્ણ થતાં રાજ્યની હજારો શાળાઓ ફરીથી વિદ્યાર્થીઓના કલરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી જીવંત બનશે. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ 54 હજારથી વધુ શાળાઓમાં એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની નવી સફર શરૂ થશે.

વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ

નવા શૈક્ષણિક વર્ષને લઈને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રજાઓ દરમિયાન આરામ અને મોજમસ્તી બાદ હવે બાળકો નવા પુસ્તકો, નવી નોટબુક, નવા યુનિફોર્મ અને નવા સંકલ્પો સાથે શાળાના દ્વારે પહોંચશે. છેલ્લા કેટલાક દિવસોમાં બજારોમાં પણ શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે અવરજવર જોવા મળી હતી.

પ્રથમ સત્રમાં 120 દિવસ તો બીજા સત્રમાં 124 દિવસનો અભ્યાસ કરાવાશે

શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર 8 જૂનથી 4 નવેમ્બર સુધી ચાલશે, જેમાં કુલ 120 દિવસનું શિક્ષણ કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ દિવાળી વેકેશન બાદ 26 નવેમ્બરથી બીજા સત્રની શરૂઆત થશે, જે 2 મે સુધી ચાલશે અને તેમાં 124 દિવસનું શૈક્ષણિક કાર્ય યોજાશે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ મળશે.

નવા સત્ર સાથે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ પણ સામે આવી રહી છે. કેટલાક માધ્યમો અને વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી સંપૂર્ણપણે ઉપલબ્ધ ન થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કાગળના પુરવઠા સંબંધિત વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે કેટલાક પુસ્તકોના વિતરણમાં વિલંબ નોંધાયો હોવાનું માનવામાં આવે છે. જોકે સંબંધિત તંત્ર દ્વારા ટૂંક સમયમાં તમામ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી રહી છે. બીજી તરફ ઓનલાઈન શિક્ષણ અથવા વેકેશન વધારવાની અટકળો વચ્ચે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યની તમામ શાળાઓ નિયમિત ઓફલાઈન શિક્ષણ પદ્ધતિ સાથે જ કાર્યરત રહેશે. ગરમી અને અન્ય મુદ્દાઓને આધારે વેકેશન લંબાવવાની માંગ ઉઠી હતી, પરંતુ સરકાર દ્વારા શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જાળવી રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : VIDEO : સુરતમાં ખાખીએ માનવતા મહેંકાવી, અનાથ બાળકીને અપનાવીને છઠ્ઠી વિધિ ધામધૂમથી ઉજવી

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે શિક્ષણ વિભાગ સામે સૌથી મોટો પડકાર શિક્ષકોની અછતનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અનેક જગ્યાઓ ખાલી હોવાને કારણે શિક્ષણની ગુણવત્તા જાળવવી એક મહત્વપૂર્ણ જવાબદારી બની રહેશે. ઘણી જગ્યાએ એક જ શિક્ષકને એકથી વધુ વર્ગોનું સંચાલન કરવાની ફરજ પડી રહી છે. શિક્ષકોની ભરતી અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ઝડપી બને તે સમયની જરૂરિયાત બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Academic Year 2026-27 Gujarat Education Gujarat Schools Reopen
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ