બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / આજે રાજ્યસભાના સાંસદ પદના ગુજરાતના ઉમેદવાર ફોર્મ ભરશે, CM, ડે. સીએમ રહેશે હાજર
Last Updated: 08:40 AM, 8 June 2026
Gujarat Rajya Sabha Election : ગુજરાતની રાજનીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણીને લઈ આજે ભાજપના ચારેય ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર દાખલ કરશે. ખાસ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી નોંધાવવાની તૈયારી સાથે પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શનના પણ સંકેતો આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જાણો ક્યારે ભરશે ફોર્મ ?
પ્રાથમિક વિગતો મુજબ ભાજપના ઉમેદવારો બપોરે 12:39 કલાકે શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉમેદવારોને શુભેચ્છા પાઠવશે. ઉમેદવારી નોંધણી પ્રક્રિયાને પાર્ટી માટે મહત્વપૂર્ણ રાજકીય કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જાણો ક્યારે યોજાશે મતદાન ?
ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થવાને કારણે આગામી 18 જૂને મતદાન યોજાવાનું છે. તે પહેલાં ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરીને ચૂંટણીની તૈયારીઓને અંતિમ તબક્કામાં પહોંચાડી દીધી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્યમાંથી ચાર નેતાઓને રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતની 54 હજાર સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ, શાળાઓ કિલ્લોલથી ગૂંજી ઉઠશે

ADVERTISEMENT
હવે જાણો કોણ-કોણ છે ઉમેદવાર ?
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જાહેર કરેલી યાદી અનુસાર રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝરિયાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચારેય નામો પર અંતિમ મંજૂરી મળતા હવે તેઓ સત્તાવાર રીતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. રાજ્યસભાની ચૂંટણી ભલે પરોક્ષ મતદાન પદ્ધતિથી યોજાતી હોય, પરંતુ ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારી નોંધણીને લઈને રાજકીય પક્ષો માટે તેનું વિશેષ મહત્વ રહે છે. ભાજપ માટે પણ આ ચૂંટણી સંગઠનાત્મક એકતા અને રાજકીય શક્તિના પ્રદર્શનનું મહત્વપૂર્ણ મંચ બની રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.