બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / TETને લઇ સૌથી મહત્વના સમાચાર, SCના ચુકાદા બાદ શિક્ષણ વિભાગનો આદેશ

ગાંધીનગર / TETને લઇ સૌથી મહત્વના સમાચાર, SCના ચુકાદા બાદ શિક્ષણ વિભાગનો આદેશ

Priykant Shrimali

Last Updated: 09:48 AM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat TET Exam : TET મામલે શિક્ષણ વિભાગ સક્રિય, હજારો શિક્ષકો માટે નવી લાયકાતની શરત અમલમાં, અહીં જાણો શું છે સમગ્ર મામલો ?

Gujarat TET Exam : ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. વાસ્તવમાં શિક્ષક લાયકાત પરીક્ષા (TET) અંગે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શક ચુકાદા બાદ રાજ્ય શિક્ષણ વિભાગે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. આ નિર્ણયની સીધી અસર એવા શિક્ષકો પર પડશે જેમણે હજુ સુધી TET પરીક્ષા પાસ કરી નથી.

જાણો શિક્ષણ વિભાગે શું આપી સૂચના ?

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓને સૂચના મોકલીને જરૂરી પ્રક્રિયા હાથ ધરવા જણાવાયું છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા અને TET પરીક્ષા પાસ ન કરનારા શિક્ષકો માટે હવે આ લાયકાત મેળવવી ફરજિયાત બનશે. વિભાગના આ પગલાને શિક્ષણની ગુણવત્તા અને રાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગતતા જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ?

સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય અનુસાર, TET લાયકાત વગર સેવા બજાવતા શિક્ષકોને પરીક્ષા પાસ કરવા માટે નિર્ધારિત સમયમર્યાદા આપવામાં આવી છે. શિક્ષકોને 31 ઓગસ્ટ 2028 સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તેઓએ જરૂરી લાયકાત પ્રાપ્ત કરવાની રહેશે. જો નિર્ધારિત સમયગાળામાં પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળતા રહેશે તો તેના વહીવટી અને સેવાકીય પરિણામો પણ ભોગવવા પડી શકે છે.

આ પણ વાંચો : આજે રાજ્યસભાના સાંસદ પદના ગુજરાતના ઉમેદવાર ફોર્મ ભરશે, CM, ડે. સીએમ રહેશે હાજર

75 હજાર જેટલા શિક્ષકોને થશે અસર

આ તરફ રાજ્યભરમાં અંદાજે 75 હજાર જેટલા શિક્ષકો આ નિર્ણયની અસર હેઠળ આવી શકે છે. શિક્ષણ વિભાગ હવે જિલ્લાવાર માહિતી એકત્રિત કરીને એવા શિક્ષકોની યાદી તૈયાર કરશે જેમણે હજુ સુધી TET પરીક્ષા પાસ કરી નથી. ત્યારબાદ તેમને પરીક્ષા આપવા અને લાયકાત પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે, શિક્ષકો માટે લાયકાતના સમાન ધોરણો અમલમાં આવવાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને વિદ્યાર્થીઓને વધુ અસરકારક શિક્ષણ મળી શકશે. બીજી તરફ, લાંબા સમયથી સેવા આપતા કેટલાક શિક્ષકો માટે આ નવી શરત પડકારરૂપ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Teacher Eligibility Test Supreme Court Verdict Gujarat TET Exam
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ