બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બ્લડ ટેસ્ટથી કઈ કઈ બીમારીઓની પડે છે ખબર, એક્સપર્ટ પાસેથી જાણો

હેલ્થ / બ્લડ ટેસ્ટથી કઈ કઈ બીમારીઓની પડે છે ખબર, એક્સપર્ટ પાસેથી જાણો

Nirav Kumar

Last Updated: 01:44 AM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લડ ટેસ્ટ એક મહત્વનો ટેસ્ટ માનવામાં આવે છે. જેના દ્રારા અનેક બીમારીઓની ઓળખ કરી શકાય છે. તે બોડીની ઇન્ટરનલ સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. ચાલો જાણીએ કે, બ્લડ ટેસ્ટથી કઈ કઈ બીમારીઓ ઓળખી શકાય છે.

બ્લડ ટેસ્ટ એક સામાન્ય પણ મહત્વનો ટેસ્ટ મનાય છે જે અનેક ઇન્ટરનલ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓળખવામાં મદદ કરે છે. તે વિવિધ અવયવોની કામગીરી, પોષણ સ્તર અને ઇન્ફેકશનની હાજરીનું મૂલ્યાંકન કરી શકે છે. આજની લાઈફસ્ટાઈલ, ખરાબ આહાર અને વધતા તણાવને કારણે ઘણીવાર શરીરમાં એવા ફેરફારો થાય છે જે બાહ્ય લક્ષણો દ્વારા તરત જ સ્પષ્ટ થતા નથી. આ સ્થિતિઓમાં બ્લડ ટેસ્ટ શરીરની ઇન્ટરનલસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે.

આ ટેસ્ટ ડોકટરોને સમજવામાં મદદ કરે છે કે શરીરમાં અસંતુલન કે સમસ્યા વિકસી રહી છે કે નહીં. અમુક વાર ગંભીર ઇન્ટરનલ કારણ પાછળ એક નાની દેખાતી સમસ્યા છુપાયેલી હોઈ શકે છે. જેને વહેલા ઓળખવી ખૂબ જ જરૂરી હોય છે. નિયમિત તપાસ ટેસ્ટ કરવાનું અને ભવિષ્યમાં થતી ગૂંચવણોને રોકવાનું સરળ બનાવે છે.

  • બ્લડ ટેસ્ટ કઈ બીમારી શોધી શકે?

એક્સપર્ટ અનુસાર બ્લડ ટેસ્ટ દ્વારા વિવિધ બીમારી ઓળખી શકાય છે. જેમાં ડાયાબિટીસનું નિદાન બ્લડ સુગરના સ્તર દ્વારા થાય છે જ્યારે હિમોગ્લોબિનની ઉણપ એનિમિયા સૂચવે છે. લીવર ફંક્શન ટેસ્ટ અને કિડની ફંક્શન ટેસ્ટ આ અવયવોના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે.

vtv app promotion

આ સિવાય થાઇરોઇડ ટેસ્ટ હોર્મોનલ અસંતુલન દર્શાવે છે, જે વજન અને મેટાબોલીઝમ સંબંધિત સમસ્યાઓ ઓળખવામાં મદદ કરી શકે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે તે હૃદય રોગનું જોખમ દર્શાવે છે. અમુક ટેસ્ટ ઇન્ફેકશન, વિટામિનની ઉણપ અને ગંભીર બીમારીઓના પ્રારંભિક સંકેતો પણ જાહેર કરી શકે છે જેનાથી સમયસર સારવાર શક્ય બને છે.

  • નિયમિત તપાસ પણ જરૂરી

હેલ્થી રહેવા માટે નિયમિત બ્લડ ટેસ્ટ જરૂરી છે. આ શરીરમાં થતા નાના ફેરફારોને પણ સમયસર શોધવામાં મદદ કરે છે. આ ખાસ કરીને પહેલાથી અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ કે ખરાબ લાઇફસ્ટાઈલની આદતો ધરાવતા લોકો માટે જરૂરી છે.

નિયમિત તપાસ ડોકટરોને દર્દીની સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં અને તે મુજબ સારવારનું માર્ગદર્શન કરવામાં મદદ કરે છે. આ આદત ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

  • ડૉક્ટરની સલાહ લેવાનું ન ભૂલો

બ્લડ ટેસ્ટ રિપોર્ટને સમજવું દરેક માટે સરળ નથી આથી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અમુક વાર રિપોર્ટમાં નાના ફેરફારો પણ ધ્યાનપાત્ર હોઈ શકે છે જેને અવોઇડ ન કરવા જોઈએ.

વધુ વાંચો : પેટમાં બનતા ગેસને ન કરો અવોઇડ, હોઈ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત

યોગ્ય તારણો કાઢવા અને તમારી સારવાર કે આહારને તે મુજબ ગોઠવવા માટે એક્સપર્ટની મદદ લેવી જરૂરી છે. ખરાબ સ્વાસ્થ્ય પરિણામો ટાળવા માટે જાતે દવા લેવી કે ખોટી માન્યતાઓ ટાળવી જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diagnosed Diseases Blood Test
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ