બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / canara bank give Loan For Treatment in the hospital

કામની વાત / હોસ્પિટલની મોંઘી સારવાર માટે આ સરકારી બેંક આપશે લોન, જાણો કેટલા ટકાના વ્યાજ પર મળશે લોન

Arohi

Last Updated: 12:20 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loan For Treatment: બેંકે નિવેદનમાં કહ્યું છે કે કેનરા 'હીલ' નામથી સ્વાસ્થ્ય દેખરેખ કેન્દ્રિત લોન પ્રોડક્ટનો હેતુ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચમાં મદદ કરવાનો છે.

જો તમે કોઈ પોતાનાની સારવાર હોસ્પિટલમાં કરાવી રહ્યા છો અને તમારી સામે પૈસાની મુશ્કેલી છે તો તમે હવે સાર્વજનિક ક્ષેત્રની કેનરા બેંકથી લોન લઈ શકો છો. બેંકે બુધવારે હોસ્પિટલના ખર્ચમાં મદદ કરવા માટે લોન આપવાની યોજના સહિત ઘણા નવા પ્રોડક્ટ રજૂ કર્યા. 

રિપોર્ટ અનુસાર બેંકે નિવેદનમાં કહ્યું છે કે કેનરા 'હીલ' નામથી સ્વાસ્થ્ય દેખરેખ-કેન્દ્રીય લોન પ્રોડક્ટનો હેતુ પોતે અથવા આશ્રિતોના સ્વાસ્થ્ય વીમા ક્લેમ માટે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચની કમીને પુરી કરવાનો છે. 

કેટલા ટકા વ્યાજ પર મળશે લોન? 
રિપોર્ટ અનુસાર હોસ્પિટલના ખર્ચાને પુરા કરવા માટે ફ્લોટિંગ વ્યાજદરના આધાર પર 11.55 ટકા વાર્ષિક અને નિશ્ચિક વ્યાજદર આધાર પર 12.30 ટકા પર ઉપલબ્ધ થશે. સ્વાસ્થ્ય દેખરેખ લોન સુવિધા એ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે જેમની સારવારનો ખર્ચ વીમા રકમથી વધારે છે. 

બેંકે મહિલાઓ માટે બચત ખાતુ કેનરા એન્જલ પણ લોન્ચ કર્યું છે. તેમાં કેન્સર દેખરેખની નીતિ, પહેલાથી મંજૂર વ્યક્તિગત દેવું (કેનરા રેડી કેશ) અને મિયાદી જમાના અવેજમાં ઓનલાઈન દેવાની સુવિધા આપવામાં આવી રહી છે. 

આ ડિજિટલ પ્લેટફોર્મ પણ કર્યા લોન્ચ 
બચત ખાતા ખોલતી વખતે આ મહિલાઓ માટે ફ્રી છે. હાલ મહિલા ગ્રાહક આ સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે પોતાના ખાતાને તેમાં બદલી કરાવી શકે છે. બેંકે યુઝર્સના અનુકૂળ ચુકવણી ઈન્ટરફેસ કેનરા યુપીઆઈ 123 પે એએસઆઈ અને બેંકના કર્મચારીઓ માટે કેનરા એચઆરએમએસ મોબાઈલ એપ પણ રજૂ કરી છે. 

વધુ વાંચો: પર્સનલ લોન લેવા માટે મિનિમમ કેટલો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ? ઓછા ક્રેડિટ સ્કોરને વધારવા માટે કરો આ કામ

બેંકે એવો પણ દાવો કર્યો છે કે તે રિઝર્વ બેંક ઈનોવેશન સેન્ટરના સહયોગથી SHGને ઘરો પર વગર કોઈ લિમિટે ડિજિટલ સેવાઓ આપનાર પહેલી બેંક બની ગઈ છે. બેંકની તરફથી રજૂ કરેલા આ પ્રોડક્ટ્સ સામાન્ય લોકો માટે મદદગાર સાબિત થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ