બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / can blood cancer happen suddenly what is the early symptoms of blood cancer

હેલ્થ / જો તમારી અંદર પણ દેખાય છે લક્ષણો? તો સાવધાન, હોઇ શકે છે શરૂઆતના સ્ટેજનું બ્લડ કેન્સર

Manisha Jogi

Last Updated: 05:25 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લડ કેન્સર શું છે, કયા કારણોસર બ્લડ કેન્સર થાય છે અને તેના લક્ષણો વિશે કેવી રીતે જાણી શકાય, તે તમામ બાબતો વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.

  • સપ્ટેમ્બરમાં લોકોને બ્લડ કેન્સર પ્રત્યે જાગૃત કરવામાં આવે છે
  • કયા કારણોસર બ્લડ કેન્સર થાય છે
  • આવો જાણીએ બ્લડ કેન્સરના શરૂઆતના લક્ષણો

વિશ્વભરમાં સપ્ટેમ્બર મહિનામાં લોકોને બ્લડ કેન્સર પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. બ્લડ કેન્સર શું છે, કયા કારણોસર બ્લડ કેન્સર થાય છે અને તેના લક્ષણો વિશે કેવી રીતે જાણી શકાય, તે તમામ બાબતો વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

બ્લડ કેન્સર શું છે?

શરીરનો કોશિકાઓ અથવા DNAમાં મ્યૂટેશનને કારણે બ્લડ કેન્સર થાય છે. જે લોહી અથવા બોનમેરોમાં થઈ શકે છે. ત્યારપછી લોહીમાં ફેલાવા લાગે છે, જેના કારણે વ્હાઈટ બ્લડ સેલ્સને નુકસાન થાય છે. આ કારણોસર રક્ત કોશિકાઓ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આ કેન્સર થવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં બ્લડ કેન્સર થઈ શકે છે. જેમ કે, લિંગ, ફેમિલી હિસ્ટ્રીમાં બ્લડ કેન્સર, રેડિએશનને કારણે બ્લડ કેન્સર થાય છે. 

બ્લડ કેન્સરના પ્રકાર (Types of blood cancer)

બ્લડ કેન્સરના ત્રણ પ્રકાર છે- લ્યૂકીમિયા, લિંફોમા અને મલ્ટીપલ માઈલોમા. લ્યૂકીમિયા બે પ્રકારના હોય છે, જેમાંથી એક બ્લડ કેન્સર ઝડપથી ફેલાય છે અને બીજામાં ધીમે ધીમે કેન્સર ફાલાય છે. લિંફોમામાં કેન્સરની ગાંઠ બને છે. મલ્ટીપલ માઈલોમાને બોનમેરોની બિમારી કહેવામાં આવે છે. 

બ્લડ કેન્સરના લક્ષણો (symptoms of blood cancer)

  • શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે ઈન્ફેક્શન થવા લાગે છે. 
  • દર્દીને અચાનક અસામાન્ય રીતે થાક લાગે છે, ચક્કર આવે છે, નબળાઈ લાગે છે. 
  • શરીર પર હાથથી ખંજવાળો તેમ છતાં ત્વચાને નુકસાન અથવા બ્લીડીંગ થાય, ત્વચા પર ધબ્બા પડી જાય તો તે બ્લડ કેન્સરના શરૂઆતના લક્ષણ હોઈ શકે છે. 
  • અચાનક વજન ઓછું થઈ જવું, વધુ ઠંડી લાગવી, રાત્રે પરસેવો વળવો, હાડકાંમાં દુખાવો થવો, ત્વચા પર ખંજવાળ આવવી, ભૂખ ના લાગવી, ઉબકા આવવા, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પેશાબમાં તકલીફ, પેટમાં દુખવું, મોઢામાં છાલા પડવા, ત્વચા પર લાલ દાણાં દેખાવા, ખાંસી અને ઉલ્ટી થવી. આ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો. 

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ