બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Can anyone get free medical insurance under Ayushman Bharat? Find out what the government say

Fact Check / આયુષ્માન ભારત હેઠળ કોઈ પણ વ્યક્તિને મળી શકે છે ફ્રી મેડિકલ ઈન્શ્યૉરન્સ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

MayurN

Last Updated: 04:02 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ભારત યોજના PM-JAY એક એવી સ્કીમ છે જે પરિવારોને હેલ્થ ઈન્સ્યોરન્સ આપે છે. આ કામ આયુષ્માનકાર્ડની મદદથી આપવામાં આવે છે. PIB ના મત અનુસાર સોશિયલ મીડિયામાં હાલ જે પોસ્ટ ફરી રહી છે એ એકદમ ફેક છે

  • જાણો આયુષ્માન ભારત યોજનામાં કોને મળશે લાભ 
  • આજકાલ ફેક ન્યૂઝનું વંટોળ ચાલી રહ્યું છે  
  • હમેશા સાચી માહિતીની ખરાઈ કરો 

 

યોગ્યતા ધરાવતા પરિવાર માટે જ આ લાભ છે
શું આયુષ્માન ભારત યોજના બધા માણસો માટે છે ? શું આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) માં કોઈ પણ વ્યક્તિ ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ લઈ શકે છે? જો તમને પણ મનમાં આવા સવાલો છે તો જાણો સરકાર શું કહે છે. સરકારે કહ્યું છે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં ખાલી યોગ્યતા ધરાવતા પરિવાર લાભ લઈ શકે છે અને આ પરિવાર માટે જ આયુષ્માન કાર્ડ બાવવામાં આવે છે , જો કે સરકારે એક ફેક્ટ ચેકમાં આ વસ્તુની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થતી એક પોસ્ટમાં ફેક્ટ ચેક કરતાં સરકારે આ યોજનાની સાચી જાણકારી પણ આપી છે.  

 

PIB એ આપી સાચી જાણકારી 
સોશિયલ મીડિયામાં ફરતી થયેલ પોસ્ટમાં દાવો કર્યો છે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની જેમ દેશનો કોઈ પણ વ્યક્તિ ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ માટે રજીસ્ટર કરી શકે છે. પ્રેસ સૂચનાથી જોડાયેલી કામગીરી જોવા વાળી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ ઘટનાની તપાસ કરી. PIB એ ફેક્ટ ચેક કરતાં લખ્યું કે આ પોસ્ટમાં ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ દેવાની વાત એકદમ ખોટી છે. PIBએ તેના ટ્વિટર એકાઉન્ટ માં લખ્યું  ABHA ડિજિટલ હેલ્થ રેકોર્ડ રાખવાનું કામ કરે છે. 

તદ્દન ખોટી છે સો.મીડિયામાં ફરતી પોસ્ટ 
આગળ PIB ફેક્ટ ચેક માં લખે છે કે આયુષ્માન ભારત એક એવી સ્કીમ છે જેમાં પાત્રતા ધરાવતા પરિવારને જ હેલ્થ ઈન્સ્યોરન્સ અપાઈ છે અને આ કામ આયુષ્માન કાર્ડની મદદથી થાય છે. PIBના મત અનુશાર સોશિયલ મીડિયામાં જે પોસ્ટ ફરી રહી છે એ એકદમ ખોટી છે આ પોસ્ટ માં લખ્યું છે, કે ABHAની વેબસાઇટ લૉન્ચ થઈ ગઈ છે જ્યાં કોઈ પણ માણસ ફ્રી માં મેડિકલ ઈન્સ્યોરન્સ લઈ શકે છે. આ ખોટા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે આયુષ્માન ભારતમાં 5 લાખ રૂપિયાની મેડિકલ સુવિધા આપવામાં આવશે. જેના માટે તમારે આધારકાર્ડ નંબર આપવો પડશે આધાર નંબર આપ્યા પછી એક લિન્ક આવશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.  

લિન્ક પર ક્લિક ના કરશો
આ ફેક પોસ્ટમાં લખ્યું હતું કે આ લિન્કમાં ક્લિક કર્યા પછી આધાર નંબર નાખવાનો રહેશે. પછી આધાર લિન્ક મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી લિન્કમાં નાખવાનો રહેશે ત્યાર પછી તમારે ફરીથી તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે. આ કામ પૂર્ણ થયાં પછી તમે રજીસ્ટર આયુષ્માન કાર્ડ ફોટા સાથે આરામથી ડાઉનલોડ કરી શકશો. આ કાર્ડ માટે કોઈ પણ વ્યક્તિ એપ્લાઈ કરી શકે છે અને આયુષ્માન યોજનામાં ઈન્સ્યોરન્સ નો લાભ લઈ શકે છે જે PIB એ  આ પોસ્ટને ખોટી જણાવી છે અને આવી કોઈ લિન્ક ઉપર ક્લિક ના કરવાની સલાહ આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Fact Check Fake News Govt Scheme Health Insurance યોજનાઓ Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ