બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વિચાર તો આવ્યો હશે! શું મૃત વ્યક્તિની આંગળીથી તેના ફોનનું ફિંગર લોક ખૂલી જાય? જવાબ રસપ્રદ

ટેક / વિચાર તો આવ્યો હશે! શું મૃત વ્યક્તિની આંગળીથી તેના ફોનનું ફિંગર લોક ખૂલી જાય? જવાબ રસપ્રદ

Published By: Pravin Joshi

Last Updated: 04:31 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ લોક સૌથી લોકપ્રિય વિકલ્પ છે, પરંતુ શું મૃત્યુ બાદ વ્યક્તિની આંગળીથી તેનો ફોન ખૂલ શકે? વિજ્ઞાન કહે છે શરૂઆતના કલાકોમાં કદાચ શક્ય પરંતુ પછી અશક્ય. જાણો કેવી રીતે ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી ખરેખર કામ કરે છે.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અવિભાજ્ય ભાગ બની ગયો છે. વ્યક્તિગત સુરક્ષા માટે મોટા ભાગના લોકો હવે ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરે છે. પરંતુ એક રસપ્રદ અને થોડી અજીબ લાગતી ચર્ચા ઘણા લોકો વચ્ચે ચાલી રહી છે કે, શું કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેની આંગળીથી તેનો ફોન અનલૉક થઈ શકે? આ પ્રશ્ન માત્ર ટેકનોલોજી જિજ્ઞાસા નહીં પરંતુ ડિજિટલ સુરક્ષા અને પ્રાઈવસીના દ્રષ્ટિકોણથી પણ મહત્વનો છે.

mobile-simple-2

વિજ્ઞાન મુજબ, વ્યક્તિના મૃત્યુ પછી તેની આંગળીની ત્વચામાંથી ભેજ અને વિદ્યુત ચાલકતા ધીમે ધીમે ઘટે છે. શરૂઆતના કેટલાક કલાકો દરમિયાન કદાચ ફિંગરપ્રિન્ટ ઓળખ શક્ય બને, પરંતુ 12 થી 24 કલાક પછી આંગળીની ચામડી સખત થવા લાગે છે અને ભેજ ખૂટી જાય છે, જેના કારણે ફિંગરપ્રિન્ટ સેન્સર વ્યક્તિને ઓળખી શકતું નથી.

mobile-heat

ફિંગરપ્રિન્ટ સેન્સર ત્રણ પ્રકારના હોય છે. ઓપ્ટિકલ, કેપેસિટિવ અને અલ્ટ્રાસોનિક. ઓપ્ટિકલ સેન્સર પ્રકાશના પ્રતિબિંબથી આંગળીનું પેટર્ન સ્કેન કરે છે, પરંતુ ભેજ કે ધૂળથી અસર પામે છે. કેપેસિટિવ સેન્સર ત્વચાની વિદ્યુત ચાલકતા માપે છે. જીવંત આંગળીમાં વીજ પ્રવાહ રહે છે, પરંતુ મૃત્યુ બાદ તે બંધ થઈ જાય છે. અલ્ટ્રાસોનિક સેન્સર સૌથી અદ્યતન છે, જે ધ્વનિતરંગોથી 3D ઈમેજ બનાવે છે અને તેમાં લાઇવનેસ ડિટેક્શન ખૂબ મજબૂત હોય છે. આ ટેક્નોલોજી મરણ પામેલી કે નકલી આંગળી વચ્ચે તરત ફરક કરી શકે છે.

2018માં અમેરિકા પોલીસે એક કેસમાં મૃત્યુ પામેલા વ્યક્તિની આંગળી વડે iPhone અનલૉક કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતના કલાકોમાં ફોન ખૂલ્યો પણ હતો. પરંતુ સમય જતા ચામડીની સ્થિતિ બદલાતા તે અશક્ય બની ગયું.

વધુ વાંચો : કડવા નહીં પણ અમૃત છે આ પત્તા, લીવરથી લઈને ડાયાબિટીસ સુધીની કરે છે સારવાર, જાણો ફાયદા

ટેક એક્સપર્ટ્સ કહે છે કે 24 કલાક બાદ કોઈપણ પ્રકારનો ફિંગરપ્રિન્ટ સેન્સર મૃત આંગળીથી ફોન અનલૉક નથી કરી શકતો. એટલે કે, સ્માર્ટફોનની બાયોમેટ્રિક સુરક્ષા મૃત્યુ બાદ પણ પ્રાયોગિક રીતે સલામત રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SmartphoneSecurity BiometricLock FingerprintTechnology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ