બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કડવા નહીં પણ અમૃત છે આ પત્તા, લીવરથી લઈને ડાયાબિટીસ સુધીની કરે છે સારવાર, જાણો ફાયદા
8 ફોટો ગેલેરી
Last Updated: 02:52 PM, 23 October 2025
1/8
લીમડામાં અનેક ઔષધિય ગુણ હોય છે. તેનો ઉપયોગ ટૂથપેસ્ટ, જંતુનાશક પ્રોડક્ટ અને બીજા સ્વાસ્થ્ય ઉપાયોમાં થાય છે. લીમડાના પાંદડા, છાલ, રસ કે પાવડરમાં એવા ગુણધર્મો હોય છે જે લીવરના કાર્યને સુધારવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટે લીમડાનો રસ, પાવડર કે પાંદડા ખાવાથી લીવરનો સોજો કંટ્રોલમાં આવે છે અને લીવર સ્વસ્થ રહે છે.
2/8
લીમડાના પાંદડાઓનો ઉપયોગ દાંતના પોલાણની સારવાર અને ઓરલ હેલ્થ સુધારવા માટે થઈ શકે છે. લીમડાના પાંદડા ડાયાબિટીસને કંટ્રોલમાં કરવામાં મદદ કરે છે. પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. આશરે 10-15 પાન કે 1-2 ચમચી લીમડાનો પાવડર પૂરતો છે. તો ચાલો લીમડાના સેવનથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિશે જાણીએ.
3/8
4/8
લીમડામાં અનેક એન્ટીઑકિસડન્ટો અને બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. તે સ્કિન ઇન્ફેક્શનને અટકાવે છે. લીમડાના પાનને કાપ કે ઘા પર લગાવવાથી ઝડપી રૂઝ આવે છે. લીમડામાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે ગળા અને બીજા ઇન્ફેક્શનને પણ રોકવામાં મદદ કરે છે.
5/8
6/8
લીમડો પાચનતંત્રને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. તે પેટના અલ્સરને મટાડવામાં પણ મદદ કરે છે અને પેટના ઇન્ફેક્શનને અટકાવે છે. લીમડાનો રસ પીવાથી પેટ જલ્દી સાજું થાય છે. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જેથી કોઈપણ સોજો કે પીડાવાળા વિસ્તારમાં લીમડાની પેસ્ટ લગાવવાથી દુખાવો ઘટે છે. લીમડાના પાન ઇજાઓ, કાપ કે પેપ્ટિક અલ્સરમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
7/8
8/8
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ