ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CAG report presented in Gujarat Legislative Assembly, also clarification on Gujarat's debt

લેખાંજોખાં / ગુજરાતના માથે દેવું વધીને જુઓ કેટલું થયું, ગૃહમાં જાહેર થયો ચોંકાવનારો આંકડો : CAGનો રિપોર્ટ પણ જાણી લો

Published By: Vishnu

Last Updated: 07:23 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ગૃહમાં આજે CAGનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકારની કરની આવક ઘટી હોવાનો ખુલાસો થયો છે.

ADVERTISEMENT

  • CAG રિપોર્ટમાં મહત્વનું અવલોકન
  • ગુજરાત સરકારની મહેસૂલી આવક વધી, કરની ઘટી
  • રોકાણનું વળતર ઓછું, દેવાનું વ્યાજ ઝાઝું

રાજય સરકાર પર 3 લાખ કરોડથી વધુનુ દેવું
ગુજરાત વિધાનસભામાં પેટલાદના ધારાસભ્યના સવાલ પર રાજ્ય સરકારે ગુજરાત પર વધી રહેલા દેવા બાબતે જવાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકાર પર હાલ 3 લાખ કરોડથી વધુનુ દેવું હોવાનો ખુલાસો થયો છે. જો આંકડાકીય ગણિત સમજીએ તો વર્ષ 2020-21મા 3 લાખ 959 કરોડ દેવું જે વર્ષ 2019-20માં 26,791 કરોડ દેવુ વધ્યું અને વર્ષ 2020-21માં 33,864 કરોડ દેવુ વધ્યું હોવાનો ગૃહમાં ઉલ્લેખ થયો છે. ત્યારે ચિંતાના સમાચાર એ છે કે ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે જેની સામે કરની આવક ઘટી રહી છે. 

કરની આવક ઘટી, બિનકરની આવક વધી
વિધાનસભામાં સમક્ષ કેગનો વર્ષ 2020-21નો ઓડીટ રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો.રાજ્ય સરકારની નાણાંકીય સ્થિતિ અંગે કેગનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. વર્ષ-2019-20માં સરકારની કર આવક રૂ.1095 કરોડ ઘટી એટલે કે કરની આવકમાં 1.37 ટકા ઘટાડો, બિનકર આવકમાં 34.93 ટકા વધારો જોવા મળ્યો છે. બિન કરની આવકમાં વધારો એ ગુજરાતની અર્થવ્યવસ્થા માટે સારી વાત છે. પણ કરની આવકમાં ઘટાડોએ લાલબત્તી સમાન છે કારણ કે રાજ્યની તિજોરી પર આ આવક સૌથી વધુ અસર કરે છે. જો બિનકર આવકમા વધારા પર નજર કરીએ તો અગાઉ કરતા રૂ.4687 કરોડનો વધારો થયો છે.

રોકાણનું વળતર ઓછું, દેવાનું વ્યાજ ઝાઝું
કેગ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે 31 માર્ચ, 2020ની સ્થિતિએ સરકારે રૂ.99,919 કરોડનું રોકાણ કર્યું છે. પણ રોકાણ સામે સરકાર વળતર માત્ર 0.09 ટકા જ હતું. સામે દેવાની ઉધારી પર 31 માર્ચ, 2020ની સ્થિતિએ સરેરાશ 7.47 ટકા વ્યાજ ચૂકવ્યું છે. આમ રોકાણ સામે વળતર નજીવું છે પણ વ્યાજ ઊચું છે. જે આગળ જતાં મોટી ખાધમાં પરિવર્તિત થઈ શકે છે.

કઈ આવક વધી અને કઈ ઘટી? (કેગના રિપોર્ટ પ્રમાણે)

  • મહેસુલી આવકમાં પણ 5.03 ટકાનો વધારો
  • રાજ્યની કરની આવકમાં 1.37% નો ઘટાડો
  • મહેસુલી ખર્ચમાં 6.11 ટકા વધારો 
  • જાહેર ઋણની આવકમાં 0.80 ટકા વધારા
  • મૂડી ખર્ચમાં 8.60 ટકાનો ઘટાડો 
  • લોન વસુલાતમાં 118.54 ટકાનો વધારો
  • જાહેર હિસાબની આવક 0.81 ટકા ઘટી

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Debt Gujarat Legislative Assembly Gujarat government cag report કેગ રિપોર્ટ ગુજરાત દેવું ગુજરાત વિધાનસભા ગુજરાત સરકાર cag report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ