બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Cabinet approved 4 % DA hike for government staff

આનંદો / BIG BREAKING : સરકારી કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો, ટોટલ 50 ટકા, મોદી સરકારનો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 08:20 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કર્યો છે. નવા વધારા સાથે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થયું છે.

હોળી પહેલા જ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે.  મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરી દીધો છે. ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું મળતું રહેશે જેને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થશે.

વધીને કેટલું થયું ડીએ
નવા 4 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 50 ટકા થયું છે. આ પહેલા ઓક્ટોબર 2023માં કેન્દ્રીય કેબિનેટે 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરો માટે 4 ટકા ડીએ વધારીને 46 ટકા કર્યું હતું. 

ગ્રેજ્યુઈટી લિમિટ પણ વધી
કેન્દ્ર સરકારે ડીએની સાથે ગ્રેજ્યુઈટી લિમિટ પણ વધારીને 25 લાખ કરી છે. 

2023માં પણ 4 ટકા વધ્યું હતું ડીએ 
 છેલ્લે ઓક્ટોબર 2023માં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થયો છે. એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કર્મચારીઓને 8 ટકાનો વધારો મળ્યો છે. 

HRA પણ વધશે
સાતમા પગાર પંચની ભલામણો મુજબ ડીએ 50 ટકા થઈ જતાં ઘર ભાડામાં પણ વધારો થશે. આ વધારાની સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ટેક હોમ સેલેરી પેકેજમાં વધારો થવાનો છે. એચઆરએ (ઘર ભાડા)ને 3 કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ વર્ગો X, Y અને Z છે. જો એક્સ કેટેગરીનો કર્મચારી શહેરો/નગરોમાં રહે છે, તો તેનું એચઆરએ વધીને 30 ટકા થઈ જશે. એ જ રીતે, એચઆરએનો દર વાય કેટેગરી માટે 20 ટકા અને ઝેડ કેટેગરી માટે 10 ટકા રહેશે. હાલમાં એક્સ, વાય અને ઝેડ શહેરો/નગરોમાં રહેતા કર્મચારીઓને અનુક્રમે 27, 18 અને 9 ટકા એચઆરએ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ