બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 10:29 AM, 3 January 2024
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર CAA ને લઈને જલ્દી જ મોટું એલાન કરી શકે છે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ એલાન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું છે કે સરકાર લોકસભા ચૂંટણી પહેલા જ આ કાયદાને નોટિફાઇડ કરી દેશે.
શું છે કેન્દ્ર સરકારનો પ્લાન?
અધિકારીએ એમ પણ જણાવ્યું કે નાગરિકતા આપવા માટેના નિયમો પણ તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. નાગરિકતા લેવા ઈચ્છતા લોકોએ જણાવવું પડશે કે તે કયા વર્ષે ભારતમાં દસ્તાવેજ લીધા વિના આવ્યા હતા. આ પ્રક્રિયામાં કોઈ પણ આવેદક પાસેથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.
ADVERTISEMENT
નોંધનીય છે કે હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે CAA ને લાગુ કરવાથી કોઈ રોકી શકે તેમ નથી, કારણ કે આ કાયદો દેશનો કાયદો છે. એટલું જ નહીં પશ્ચિમ બંગાળમાં લોકસભા અને વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે અગાઉ વાયદો કર્યો હતો કે હિન્દુઓને નાગરિકતા આપવા માટે કાયદો લાવવામાં આવશે.
દેશભરમાં ઠેર ઠેર થઈ હતી હિંસા
બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના એવા લોકો જેમની સાથે હિંસા કે શોષણ થયું હોય તેવા લોકોને આ કાયદા હેઠળ નાગરિકતા આપવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. મુસ્લિમોને કાયદામાંથી બાકાત રાખવાના કારણે દેશભરમાં અને ખાસ કરીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને રમખાણોમાં 100થી વધુ લોકોની મોત પણ થઈ હતી. જોકે સરકારનું માનવું હતું કે આસપાસના તમામ દેશોમાં મુસ્લિમ સમુદાયના લોકો બહુમતી છે તેથી તેમને નાગરિકતા આપવી અશક્ય છે.
ADVERTISEMENT
READ MORE :
લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- 'ત્રીજી વખત મોદી સરકાર'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.