બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

logo

ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે

logo

આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે

logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

VTV / ભારત / this time 400 cross modi govt for third time bjp decided slogan for lok sabha elections 2024

તૈયારીઓ શરુ / લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- 'ત્રીજી વખત મોદી સરકાર'

Hiralal

Last Updated: 06:03 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. મંગળવારે ભાજપે મહત્વપૂર્ણ બેઠકમાં 'અબકી બાર 400 પારનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

  • ભાજપે શરુ કરી લોકસભા ચૂંટણીની તૈયારી
  • મહત્વપૂર્ણ બેઠકમાં 'અબકી બાર 400 પારનું સૂત્ર નક્કી કરાયું 
  • ત્રીજી વખત મોદી સરકારનો પણ ટાર્ગેટ 

મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું સૂત્ર 'અબકી બાર 400 પાર, ત્રીજી વખત મોદી સરકાર' નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભાજપે રાજ્ય, લોકસભા અને વિધાનસભા સ્તરે કન્વીનર અને સહ-કન્વીનર પણ નક્કી કર્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા લોકસભા સમૂહોની મુલાકાત લેવાનું શરૂ કરશે.

ભાજપે કેટલી બેઠકનો ટાર્ગેટ નક્કી કર્યો
ભાજપે લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જે 2019ની લોકસભા ચૂંટણી કરતા ઘણો વધારે છે. આ ચૂંટણીમાં ભાજપે 300 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. 

બેઠકમાં કોણ હાજર રહ્યું 
આ બેઠકમાં અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અયોધ્યામાં રામ મંદિરનો 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.

જીતી શકે 400 પ્લસ બેઠકો? સોશિયલ મીડિયામાં ચર્ચા 

ભાજપે લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂકતાં જ સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ હતી કે શું ભાજપ આટલી બધી બેઠકો જીતી શકે. મોટાભાગના યૂઝર્સનું કહેવું છે કે પીએમ મોદીની લોકપ્રિયતા આજ દિન સુધી ટોપ પર છે તે હિસાબે જોતાં ભાજપ 400 પ્લસ બેઠકો જીતી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ