બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / 'પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે' ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ

રાજકોટ / 'પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે' ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ

Last Updated: 04:53 PM, 12 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kshatriya Leader: ક્ષત્રિય સંકલન સમિતિ પર આરોપ-પ્રતિઆરોપને લઈ રમજુભાએ કહ્યું કે, પી.ટી.જાડેજા જે કંઇ બોલ્યા તે આંતરિત મુદ્દો હતો જે વાત પૂર્ણ થઇ ગઇ છે.

પરષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ ચર્ચામાં આવેલી ક્ષત્રિય સંકલન સમિતિમાં અત્યારે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ બની છે. ક્ષત્રિય સંકલન સમિતિ પર આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો ચાલી રહ્યો છે. જે મુદ્દે સમિતિના રમજુભાનો જવાબ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, પી.ટી.જાડેજા જે કંઇ બોલ્યા તે આંતરિત મુદ્દો હતો જે વાત પૂર્ણ થઇ ગઇ છે.

સમિતિ પર આરોપ-પ્રતિઆરોપને લઇ સમિતિના રમજુભાનો જવાબ

તેમણે વધુમાં કહ્યું કે, પી.ટી.જાડેજાને સમિતિ સાથે જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ થઇ ગયું છે. અમારી લડત સરકાર કે પક્ષ સામે નહીં પરંતુ વાણીવિલાસના વિરોધમાં હતી. કોઇ પક્ષને અમારું સમર્થન કે વિરોધ હતો જ નહીં, અમારી લડાઇ મહત્વપૂર્ણ છે. સંકલન સમિતિની સામાજિક લડાઇ ચાલુ રહેશે. જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે તેમાં કંઇ પણ નથી

'લડત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે'

પી.ટી.જાડેજાના ઓડિયો મામલે રમજુભા જાડેજા કહ્યું કે, કોઈ સમાજ એકતા બતાવે ત્યારે સામે તેને નબળુ પાડવાનું કામ થતું હોય છે. પી.ટી.જાડેજાનો આંતરિક પ્રશ્ન હતો તે પૂર્ણ થઈ ગયો છે. તેઓ ચિંતામાં હતા અને આવું નિવેદન આપ્યું હશે. હવે પી.ટી મામલે સમાધાન થઈ ગયું છે. તેઓ સંકલન સમિતિ સાથે છે. કમિટી પીટી જાડેજા સાથે છે એટલે હવે કોઈ વાત નથી. સંકલન સમિતિની લડત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે

વાંચવા જેવું: આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે ત્રાટકશે આફતરૂપી માવઠું, જાણો શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી

શું હતો સમગ્ર મામલો ?

ગઇકાલે પી.ટી.જાડેજાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ક્ષત્રિય સંકલન સમિતિ સાથે સંકળાયેલા પી.ટી.જાડેજાએ સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, સંકલન સમિતિથી અત્યારસુધી પાપડ પણ નથી ભાંગ્યો. આ સાથે તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે, સંકલન સમિતિના કેટલાક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે, આજે મે શબ્દોમાં મર્યાદા રાખી છે કાલે નહીં રાખું તેવું પણ કહ્યું હતું. આ સાથે કહ્યુ કે, હું સમાજને પૂછીશ કે તમે મારી સાથે છો, તૃપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પૂરાવા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ksatriya sankalana samiti Kshatriya Leader Kshatriya Coordination Committee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ