બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે ત્રાટકશે આફતરૂપી માવઠું, જાણો શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી
Last Updated: 03:37 PM, 12 May 2024
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમજ હવામાન ખાતાનાં વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. પરેશ ગૌસ્વામી દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. તેમજ મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ એક ઈંચ કરતા વધારે હશે. તેમજ રવિવારે બપોર બાદ મધ્ય પ્રદેશની બોર્ડર પર આવેલા વિસ્તારોમાં હવામાનમાં પલ્ટો આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હવામાન ખાતાનાં વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સોમવારે દક્ષિણ ગુજરાતનાં તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. 13 થી 15 મે દરમ્યાન મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં વરસાદ જોવા મળશે. જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરામાં આગામી 3 દિવસ હવામાનમાં પલ્ટો જોવા મળશે. સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનાં વાતાવરણમાં પલ્ટો આવશે. રાજકોટ અને જૂનાગઢમાં પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે.
ADVERTISEMENT
તા. 12 થી 16 દરમ્યાન વડોદરાનાં ભાગો, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદ પડશે. આ ઉપરાંત સમી, હારીજ વિસ્તારમાં પલટો આવશે. તેમજ સુરતનાં પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ પ્રિ મૌન્સુન એક્વીટીનો વરસાદ થઈ શકે છે. તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.તા. 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.