બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટની ધરપકડ
Last Updated: 05:50 PM, 12 May 2024
NEETની પરીક્ષામાં કૌભાંડ મામલે પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. LCB પોલીસે કૌભાંડના માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ કરી છે. રાજસ્થાનના બાંસવાડાથી આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે પોલીસ આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરશે. જે બાદ બંને આરોપીની પૂછપરછમાં અનેક નામ સામે આવવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
ADVERTISEMENT

તુષાર ભટ્ટ અને વચેટિયા આરીફ વોરાની ધરપકડ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, NEET કૌભાંડ બાદ આ બંને આરોપી ફરાર હતા. જેથી પંચમહાલ પોલીસે ટીમ બનાવીને વિવિધ વિસ્તારમાં આ બંનેની શોધખોળ હાથધરી હતી. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, આ બંને આરોપી રાજસ્થાનમાં છુપાયેલા છે. જેથી LCB પોલીસે રાજસ્થાનમાં જઈને આ બંને આરોપીની ધરપકડ કરી છે.
ખુલાસા થઈ શકે
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લામાં NEET પરીક્ષા કૌભાંડ મામલે અનેક ખુલાસા થઈ શકે તેમ છે. પંચમહાલ પોલીસે SITની રચના કરીને કૌભાંડના વિવિધ પાસાઓની તપાસ શરૂ કરી છે. રોય ઓવરસિઝના માલિક પરશુરામ રોયની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ હતી. જ્યારે આ કેસમાં સંડોવાયેલા શિક્ષક તુષાર ભટ્ટ અને વચેટિયા આરીફ વોરાને દબોચી લેવાયા છે.
ADVERTISEMENT
તુષાર ભટ્ટે સેટિંગ કર્યુ હતું
પંચમહાલ SPના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને જેટલું આવડે તેટલું OMR શીટમાં લખવા અને બાકીનું બ્લેન્ક છોડી દેવા તુષાર ભટ્ટે જણાવ્યું હતુ. જ્યારે OMR શીટમાં બાકીના જવાબો ભરવા વાલીઓ જોડે તુષાર ભટ્ટે સેટિંગ કર્યુ હોવાનો ખુલાસો થયો છે. મહત્વપૂર્ણ છે કે, તુષાર ભટ્ટ અને પરશુરામ રોયના વોટ્સએપ ચેટિંગમાંથી વિદ્યાર્થીઓની યાદી મળી છે. આ વિદ્યાર્થીઓના વાલીઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓની યાદી અનુસાર વાલીઓને શોધવા પોલીસે અલગથી ટીમ બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.