બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવશે? ઈન્કમ ટેક્સ વિભાગે આપ્યો જવાબ

બિઝનેસ / ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવશે? ઈન્કમ ટેક્સ વિભાગે આપ્યો જવાબ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:09 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR Filing Deadline: આકારણી વર્ષ 2025-26 માટે અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લોકોના રિટર્ન આવકવેરા વિભાગને મળ્યા છે.

ITR Filing Deadline: આકારણી વર્ષ 2025-26 માટે અત્યાર સુધીમાં છ કરોડથી વધુ લોકોના રિટર્ન આવકવેરા વિભાગને મળ્યા છે. જ્યારે ઘણા લોકો સમયમર્યાદા લંબાવવાની માંગ કરી રહ્યા છે.

ITR Filing Deadline: આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ માટે હવે ફક્ત બે દિવસ બાકી છે. જેમણે હજુ સુધી આકારણી વર્ષ 2025-26 માટે આઇટીઆર ફાઇલ કર્યું નથી તેઓ છેલ્લી ઘડીની ઉતાવળ ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે તેમના રિટર્ન ફાઇલ કરે. ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 નજીક આવી રહી છે.

Income tax bill

આવકવેરા વિભાગે એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું, "કરદાતાઓ અને કર વ્યાવસાયિકોનો આભાર જેમણે અમને અત્યાર સુધી 6 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી છે અને આ સંખ્યા હજુ પણ ચાલુ છે." ઉપરાંત વિભાગે એ પણ માહિતી આપી કે તેમનું હેલ્પડેસ્ક રિટર્ન ફાઇલ કરવા અને સંબંધિત સેવાઓ માટે ચોવીસ કલાક કાર્યરત છે.

અત્યાર સુધી સબમિટ કરાયેલા રિટર્નની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી છે. 31 જુલાઈ 2024 સુધીમાં 7.6 કરોડ આઇટીઆર સબમિટ કરવામાં આવ્યા હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બર સુધીમાં આ સંખ્યા લગભગ છ કરોડ હતી. જે ટેક્સપેયર્સ સમયસર ITR ફાઇલ નથી કરી શકતા, તેમના માટે દંડની જોગવાઈ છે. જેમની આવક 5 લાખથી વધુ છે, તેમને લેટ ફાઇલિંગ પર મહત્તમ 5,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ ITR ફાઈલિંગની છેલ્લી તારીખ નજીક, રિટર્ન ભરવું જરૂરી, નહીંતર 5000 રૂપિયાનો દંડ

સમયમર્યાદા લંબાવવાની માંગ

કર્ણાટક સ્ટેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (KSCAA), સેન્ટ્રલ ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ICAI અને એડવોકેટ્સ ટેક્સ બાર એસોસિએશન (ATBA) સહિતની વ્યાવસાયિક સંસ્થાઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ને પત્ર લખીને સમયમર્યાદા લંબાવવાની માંગ કરી છે. જોકે સમયમર્યાદા લંબાવવા અંગે હજુ સુધી વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

income tax ITR Filing Deadline Income Tax Return

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ